₹6,290 crores lost in trash: ₹6,290 કરોડ કચરામાં ખોવાયા, વ્યક્તિ હાર્ડ ડ્રાઈવ શોધવા તૈયાર, કોર્ટનો ઇનકાર!
₹6,290 crores lost in trash: દુનિયામાં કેટલાક લોકો રાતદિવસ મહેનત કરીને કરોડપતિ બને છે, તો કેટલાકની કિસ્મત તેમને અચાનક ધનવાન બનાવી દે છે. બ્રિટનના જેમ્સ હાવેલ્સ એ ખરેખર દુર્ભાગ્યશાળી વ્યક્તિ છે, જેણે ₹6,290 કરોડની સંપત્તિ હોવા છતાં માત્ર એક ભૂલના કારણે બધું ગુમાવી દીધું.
ભૂલ કે દુર્ભાગ્ય?
જેમ્સ હાવેલ્સ 2013માં બિટકોઇનમાં રોકાણ કર્યું હતું. તે સમયે બિટકોઇનની કિંમત ખૂબ ઓછી હતી, પણ આજે તેની કિંમત ₹6,290 કરોડ થઈ ગઈ છે. જેમ્સે પોતાના બિટકોઇન હાર્ડ ડ્રાઈવમાં સંગ્રહિત કર્યા હતા. તેમનું કહેવું છે કે તેમની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડે અનજાણમાં આ કિંમતી હાર્ડ ડ્રાઈવ કચરામાં ફેંકી દીધી હતી, જે બાદમાં ન્યૂપોર્ટ લૅન્ડફિલમાં પહોંચી ગઈ.
કરોડો રૂપિયા કચરામાં, પણ કોર્ટનો ઇનકાર
જેમ્સે હાઈ કોર્ટમાં અરજી કરી કે તેઓ પ્રોફેશનલ ટીમ સાથે કચરામાંથી હાર્ડ ડ્રાઈવ શોધવા માગે છે. તેમનો પ્રસ્તાવ હતો કે મળેલા નફાનું એક નક્કી કરેલું પ્રમાણ કાઉન્સિલ સાથે વહેંચશે. છતાં, કોર્ટએ તેમનો આ પ્રસ્તાવ નામંજૂર કર્યો. કોર્ટનું માનવું છે કે એકવાર કચરો લૅન્ડફિલમાં જઈ જાય પછી તે કાઉન્સિલની માલિકી બની જાય છે અને પર્યાવરણ નિયમો મુજબ તેને ફરી ખોલવાની મંજૂરી નથી.
હાર્ડ ડ્રાઈવ શોધવી એટલી સરળ નથી
જેમ્સના મતે, લૅન્ડફિલમાં આશરે 1.4 મિલિયન ટન કચરો છે, જેમાંથી તેમની હાર્ડ ડ્રાઈવ કદાચ 100,000 ટન કચરામાં છુપાયેલી હોઈ શકે છે. તેમનું માનવું છે કે જો હાર્ડ ડ્રાઈવ મળી જાય, તો ભવિષ્યમાં તે ₹10,500 કરોડથી પણ વધુ મૂલ્યવાન બની શકે છે.