Oyster Mushroom: ઓઇસ્ટર મશરૂમ, ઓછા ખર્ચે વધુ કમાણીની તક
Oyster Mushroom: ઓઇસ્ટર મશરૂમ ભારતમાં સૌથી લોકપ્રિય મશરૂમમાંનો એક છે. ભેજ અને ઠંડકમાં ઉગતા આ મશરૂમની ખેતી આખું વર્ષ કરી શકાય છે. આ મશરૂમ પ્રોટીન અને પૌષ્ટિકતાથી ભરપૂર છે, અને ચીન, જાપાન, અમેરિકા જેવા દેશોમાં તેનો ઉપયોગ સામાન્ય શાકભાજી તરીકે થાય છે. ઓઇસ્ટર મશરૂમને ઓછી જગ્યાની જરૂર હોય છે, અને તેનું ઉત્પાદન ખર્ચ ઓછું હોવાથી નાના-મોટા સૌ કોઈ તેની ખેતી કરી શકે.
સરળ પદ્ધતિથી ઓઇસ્ટર મશરૂમ ઉગાડો
ઓઇસ્ટર મશરૂમ ડાંગરના પરાળ અથવા ઘઉંના ભૂસા પર ઉગાડી શકાય છે. 10 કિલો સ્ટ્રોને 125 મિલી ફોર્મેલિન અને 7.5 ગ્રામ બાવિસ્ટિન મિશ્રિત પાણીમાં 14-16 કલાક માટે ડુબાડવું. ત્યારબાદ તેને સુકવી, બેગમાં ભરી અને મશરૂમના બીજ (સ્પાન) ઉમેરવા. આ બેગમાં સોય વડે નાના છિદ્રો પાડી હવા પ્રવેશી શકે તે સુનિશ્ચિત કરવું.
22-25 દિવસમાં પ્રથમ ઉપજ
રોપાણ બાદ 22-25 દિવસમાં પ્રથમ ઉપજ મળે છે, અને 5-7 દિવસના અંતરે બીજી અને ત્રીજી લણણી થાય છે. એક પાક લગભગ 45-50 દિવસમાં તૈયાર થાય છે, અને વર્ષમાં 4-5 પાક સરળતાથી લઇ શકાય.
લાભદાયી ખેતી: ઓછા ખર્ચે વધુ નફો
માત્ર 20 બેગમાંથી 100 કિલો મશરૂમ મળે છે, જે બજારમાં 400-500 રૂપિયાની કિલોની કિંમતથી વેચાય છે. આ રીતે મશરૂમ ખેતી ઓછા ખર્ચે લાખોની કમાણી આપતી શ્રેષ્ઠ તક છે.