Indias Agricultural Exports Surge: ભારતની કૃષિ નિકાસમાં ઉછાળો, ચોખાની નિકાસ 13% વધી
Indias Agricultural Exports Surge: નાણાકીય વર્ષ 2025 ના એપ્રિલથી ફેબ્રુઆરી દરમિયાન ભારતની કૃષિ અને પ્રોસેસ્ડ ખાદ્ય ઉત્પાદનોની નિકાસ 13% વધીને $22.67 બિલિયન થઈ. આ વૃદ્ધિ માટે ચોખાની નિકાસમાં 219% નો ઉછાળો મુખ્ય કારણ રહ્યો. ડિરેક્ટોરેટ જનરલ ઓફ કોમર્શિયલ ઇન્ટેલિજન્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ (DGCIS) અનુસાર, ચોખાની નિકાસ 21% વધીને $11 બિલિયન પહોંચી છે.
ચોખાની નિકાસમાં રેકોર્ડ વધારો
બાસમતી અને બિન-બાસમતી ચોખાની નિકાસ $11 બિલિયનથી વધુ થઈ, જે ગયા વર્ષના $9.32 બિલિયન કરતા 21% વધારે છે. 2024માં નિકાસ નિયંત્રણો હટાવવામાં આવ્યા પછી ભારતની વૈશ્વિક ચોખા નિકાસમાં મજબૂત ઊછાળો આવ્યો. નિષ્ણાતોનો અંદાજ છે કે 2025 સુધીમાં ચોખાની નિકાસ 15% વધી $12 બિલિયન સુધી પહોંચી શકે છે.
માંસ અને મરઘાં ઉત્પાદનોની નિકાસમાં વૃદ્ધિ
માંસ, ડેરી અને મરઘાં ઉત્પાદનોની નિકાસ 12% વધી $4.61 બિલિયન પહોંચી. ભારતીય મરઘાં ઉત્પાદનોની ગુણવત્તા વધતા વૈશ્વિક માંગમાં વધારો થયો છે.
ફળ, શાકભાજી અને અનાજની નિકાસમાં વધારો
● તાજા ફળો અને શાકભાજીની નિકાસ 5% વધી $3.39 બિલિયન થઈ
● અનાજની નિકાસ 9% વધીને $2.82 બિલિયન થઈ
APEDA નું લક્ષ્યાંક
APEDA (કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ નિકાસ વિકાસ સત્તામંડળ) એ 2025 માટે $26.56 બિલિયન નો લક્ષ્યાંક રાખ્યો છે. ભારતીય કૃષિ નિકાસ હવે વૈશ્વિક બજારમાં મજબૂત સ્થાને પહોંચી ગઈ છે, જે દેશના આર્થિક વિકાસ માટે મહત્વપૂર્ણ છે.