Grafted Walnut Farming : ઉત્તરાખંડમાં ગ્રાફ્ટેડ અખરોટની ખેતી થઈ રહી છે, NDFCIએ ચકરાતામાં 300 છોડ વાવ્યા.
Grafted Walnut Farming ઉત્તરાખંડના ચકરાતામાં ગ્રાફ્ટેડ અખરોટની ખેતી શરૂ, 1000થી વધુ ખેડૂતોને મળશે લાભ
NDFCI ભારતને અખરોટનું ઉત્પાદન કેન્દ્ર બનાવવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે કાર્યરત
Grafted Walnut Farming : ઉત્તરાખંડ સુકામેવાં (ડ્રાયફ્રૂટ્સ) માટે ખૂબ જ પ્રખ્યાત છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં તેનું ઉત્પાદન ઘણું ઘટી ગયું છે. આ દરમિયાન નટ્સ એન્ડ ડ્રાઈ ફ્રૂટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (NDFCI)એ ઉત્તરાખંડના ચકરાતામાં અખરોટની ખેતીની પહેલ શરૂ કરી છે. સંસ્થાએ ગયા મહિને 28 અને 29 તારીખે ત્રણ ગામોમાં અખરોટના 300 ગ્રાફ્ટેડ છોડ વાવ્યા હતા. ભારતમાં પહેલીવાર ગ્રાફ્ટેડ અખરોટની ખેતી થઈ રહી છે.Grafted Walnut Farming
NDFCI આ પહેલ દ્વારા દેશમાં અખરોટનું ઉત્પાદન વધારીને આયાત પરની નિર્ભરતા ઘટાડવા માંગે છે. સાથે જ તેઓ સ્થાનિક ખેડૂતો માટે આર્થિક તકો ઊભી કરવાનું પણ લક્ષ્ય રાખે છે.
આ પ્રોજેક્ટથી 1000 ખેડૂતોને ફાયદો થશે
NDFCIનો આ પ્રોજેક્ટ ત્રણ વર્ષ સુધી ચાલશે. શરૂઆતમાં 70 ખેડૂતોએ તેમાં ભાગ લીધો હતો. ત્રણ વર્ષમાં 1000થી વધુ ખેડૂતોને તેનો લાભ મળશે. પ્રોજેક્ટ હેઠળ, પસંદગીના ખેડૂતોને વાવેતર માટેની અદ્યતન તકનીકો તેમજ અખરોટના છોડની સંભાળ અંગેની તાલીમનો પણ સમાવેશ થાય છે. ચકરાતામાં વાવેલા છોડ ઉચ્ચ ઉપજ આપવા સક્ષમ છે, જે તુર્કીની બાગાયત ફર્મ એગ્રોનોમ પાસેથી મેળવવામાં આવ્યા છે. કલાસન નર્સરી દ્વારા ભારતમાં આયાત કરવામાં આવી છે.
અખરોટની નર્સરી બનાવવી એ યોજનાનો એક ભાગ છે.
NDFCIની કૃષિ અને ખેડૂત સંપર્ક સમિતિના અધ્યક્ષ અચિન અગ્રવાલે આ પ્રોજેક્ટ વિશે જણાવ્યું હતું કે અમે અખરોટની વધતી જતી લોકપ્રિયતા અને માંગને પહોંચી વળવાની આશા રાખીએ છીએ. જેમ જેમ ભારત અને વિશ્વ તંદુરસ્ત જીવનશૈલી તરફ આગળ વધે છે, અમે આશા રાખીએ છીએ કે આ પહેલ અખરોટના ઉત્પાદનને વિસ્તારવામાં મદદ કરશે.
ઉત્પાદન વધારવાની સાથે, આ પહેલ વિસ્તારની અર્થવ્યવસ્થાને પણ મજબૂત બનાવશે. આવતા વર્ષોમાં અખરોટના નિકાસ માટે ભારતને મુખ્ય કેન્દ્ર બનાવવાનો પણ ઉદ્દેશ્ય છે. NDFCI વિશ્વ સ્તરીય અખરોટ નર્સરી બનાવવાની કોશિશમાં છે, જેથી ખેડૂતોને ઉચ્ચ ઉપજ આપતા છોડ સરળતાથી મળી શકે.
ફેબ્રુઆરીમાં ડ્રાય ફ્રુટ બિઝનેસનું પ્રદર્શન યોજાશે
NDFCIએ વોલનટ એન્ડ અદર નટ ગ્રોઅર એસોસિયેશન ઑફ ઈન્ડિયા (WANGAI) સાથે મળીને ભારતને અખરોટના ઉત્પાદન અને નિકાસ માટે ગ્લોબલ હબ બનાવવા ધ્યેય રાખ્યું છે. NDFCI ફેબ્રુઆરી 2025માં MEWAના બીજા સંસ્કરણની તૈયારી કરી રહ્યું છે. આ પ્રદર્શન મુંબઈમાં 12 થી 14 ફેબ્રુઆરી સુધી ચાલશે, જે નટ્સ અને ડ્રાયફ્રૂટ માટે ભારતનું સૌથી મોટું B2B પ્રદર્શન છે. તેમાં 30થી વધુ દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. ગયા વર્ષે આ પ્રદર્શનમાં 130થી વધુ પ્રદર્શકો અને 6,000થી વધુ પ્રતિભાગીઓ જોડાયા હતા.