Goat Farming: બકરી ઉછેરથી કમાણી કરો, જાણો 4 શ્રેષ્ઠ જાતિઓ
Goat Farming: હાલમાં ખેતીની સાથે પશુપાલન પણ ખેડૂતો માટે આવકનું મહત્વનું સાધન બની રહ્યું છે. ખાસ કરીને બકરી ઉછેર ઓછા ખર્ચે અને ઓછી જગ્યામાં કરી શકાય છે, એટલે આ વ્યવસાય ઝડપથી લોકપ્રિય બન્યો છે. જો તમે પણ બકરી ઉછેર શરૂ કરવા ઈચ્છતા હો, તો યોગ્ય જાતિ પસંદ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીં આપણે બકરીની 4 શ્રેષ્ઠ જાતિઓ વિશે જાણીએ, જેનાથી તમે સારું દૂધ અને માંસ ઉત્પાદન મેળવી શકો.
1. જમુનાપરી બકરી
આ જાતિના બકરાં ઉંચા અને ભારે હોય છે. સામાન્ય રીતે, તેનું વજન 40 થી 60 કિલો સુધી પહોંચી શકે છે. જમુનાપરી બકરીઓ સરેરાશ 3 થી 4 લિટર દૂધ આપે છે. આ જાતિના બકરાં ઓછા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાથી, હાઇબ્રિડ જાતિ પણ પસંદ કરી શકાય.
2. સિરોહી બકરી
આ બકરીઓ ખાસ કરીને રાજસ્થાનમાં જોવા મળે છે. આ જાતિ દૂધ અને માંસ બંને માટે ફાયદાકારક છે. તેનું દૂધ 1 થી 2 લિટર સુધી મળે છે, અને તે વર્ષે બે વખત બચ્ચા આપે છે. આ બકરીઓ વિકટ હવામાનમાં પણ જીવી શકે છે, તેથી તેનો ઉછેર ખૂણેખાંચરે કરી શકાય.
3. બીટલ બકરી
આ બકરીઓ પંજાબ અને હરિયાણામાં ખૂબ પ્રચલિત છે. તે ડેરી ઉદ્યોગ અને માંસ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેના ચામડાના ઉત્પાદનો પણ બજારમાં ખૂબ લોકપ્રિય છે. તે દૈનિક 2 થી 3 લિટર દૂધ આપી શકે છે, અને આ બકરીઓની કિંમત 20,000 થી 25,000 સુધી જઈ શકે છે.
4. ઝખારાણા બકરી
આ જાતિ ઉચ્ચ ગુણવત્તાવાળા દૂધ અને પ્રજનન ક્ષમતા માટે જાણીતી છે. તે દરરોજ 1.5 થી 2 લિટર દૂધ આપે છે. આ બકરીઓ ખાસ કરીને દૂધ અને ખાતર માટે ઉપયોગી માનવામાં આવે છે.
જો તમે બકરી ઉછેર શરૂ કરવા માંગો છો, તો આ જાતિઓનો ઉછેર કરી સારી કમાણી કરી શકો.