Camel Milk: ફ્યુચર મિલ્ક ઉંટણીના દૂધના ફાયદા ગણાવી રહ્યું છે NCRC, જાણો કારણ
ઉંટણીનું દૂધ માનવ દૂધની જેમ જ છે, અને તેનો દરરોજના સેવનથી લેક્ટોઝ ઇનટોલરન્સ અને એલર્જી જેવી સમસ્યાઓ થતી નથી
ઉંટણીના દૂધમાં ડાયાબિટીઝ, ટીબી અને ઓટિઝમ જેવી ગંભીર બીમારીઓ માટે ઈન્સ્યુલિનની ઊંચી માત્રા સાથે ઔષધિય ગુણધર્મો
Camel Milk: પશુ નિષ્ણાતો કહે છે કે ગાય અને ભેંસ સિવાય અન્ય તમામ દૂધાળા પશુઓમાં દૂધ ઓછું અને દવા વધુ હોય છે. આ જ કારણ છે કે આવા પ્રાણીઓના દૂધને ફ્યુચર નું દૂધ કહેવામાં આવી રહ્યું છે. ભવિષ્યમાં દૂધની માંગ વધારવા અને પશુઓની સંખ્યા વધારવા માટે યોજનાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે. આવું જ એક પ્રાણી છે ઊંટ. દૂધ અનેક ગંભીર બીમારીઓમાં દવા જેવું કામ કરે છે. રાજસ્થાનના પાલીથી ઊંટણીનુ દૂધ લઈ જતી વિશેષ ટ્રેન દેશના વિવિધ વિસ્તારોમાં જાય છે.
વિદેશોમાં ઉંટણીના દૂધની ઘણી માંગ છે. ઉંટણીનું દૂધ ડાયાબિટીસ, ટીબી અને ઓટિઝમ જેવી બીમારીઓમાં ઘણો ફાયદો પહોંચાડે છે. સરકારની મદદથી દેશમાં ઉંટણીના દૂધને લઈને ઘણા પ્રયોગો થઈ રહ્યા છે. આ પાછળ એક મોટું કારણ એ છે કે ઉંટોની સંખ્યા ઘટતી જ રહી છે. ઉંટોની ઘટતી સંખ્યાને રોકવા માટે સરકાર ઉંટણીના દૂધના વેપારને પ્રોત્સાહન આપી રહી છે.
આ છે ઉંટણીના દૂધની ખાસિયતો
ઊંટણીનું દૂધ થોડું ખારું હોય છે. પરંતુ તે ખૂબ જ આરામથી પી શકાય છે.
ઊંટણીના દૂધમાં ખારો સ્વાદ રણમાં ઊંટ જે છોડ ખાય છે તેમાંથી આવે છે.
ઊંટણીના દૂધને ઓરડાના તાપમાને પણ અન્ય દૂધ કરતાં લાંબો સમય રાખી શકાય છે.
ઊંટણીના તાજા દૂધને 30 ° સે તાપમાને 8 કલાક સુધી રાખી શકાય છે.
પાશ્ચરાઇઝ્ડ ઊંટણીના દૂધને 4°C તાપમાને 10 દિવસથી વધુ સમય માટે સંગ્રહિત કરી શકાય છે.
જો દૂધમાં લેક્ટોપેરોક્સિડેઝ સિસ્ટમ સક્રિય હોય, તો તેને લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકાય છે.
ઊંટણીનું દૂધ ગાય, ભેંસ, ઘેટા, બકરી વગેરેના દૂધ કરતાં પાતળું અને ઓછું ચીકણું હોય છે.
જ્યારે ઊંટણીના દૂધને હલાવવામાં આવે છે ત્યારે તે ફીણવાળું અને ઘટ્ટ બને છે.
ઉંટણીનું દૂધ પીવાથી ઝાડા નથી થતા, પરંતુ આ મળ ત્યાગ કરવામાં મદદ કરે છે.
ઉંટણીના દૂધથી દહીં બનાવતી વખતે દૂધમાં ફર્મેન્ટેશન થાય છે અને વધુ સમય લાગે છે.
દૂધમાંથી મેળવેલા દહીંની રચના ઊંટણીના દૂધ જેવી હોતી નથી.
ઊંટણીના દૂધમાં કે-કેસીનનું પ્રમાણ ઘણું ઓછું હોય છે.
ઊંટણીના દૂધમાં ચરબીની ટકાવારી 1.5 થી 3.5 ની વચ્ચે છે, જે પશુઓના દૂધ કરતાં ઓછી છે.
ઊંટણીના દૂધમાં ઇન્સ્યુલિનની ઊંચી માત્રા હોય છે (લગભગ 40 µIU/ml).
ઊંટણીનુ દૂધ માનવ દૂધની ખૂબ નજીક છે અને તેનાથી બાળકોમાં એલર્જી થતી નથી.
ઊંટના દૂધના સેવનથી મનુષ્યોમાં લેક્ટોઝ ઇનટોલરન્સની કોઈ પણ રિપોર્ટ નોંધાઈ નથી.
નોટ-
ઉંટણીના દૂધથી ડેરી પ્રોડક્ટ્સ જેમકે- ચા, કૉફી, ફ્લેવર્ડ મિલ્ક, ફર્મેન્ટેડ દૂધ, પાસ્ચ્યુરીકૃત દૂધ, પનીર, માવા, ગુલાબ જામુન, બરફી, રસગુલ્લા, પેડા અને દૂધ પાઉડર વગેરે બનાવાય છે.