Agristack Project: એગ્રીસ્ટેક યોજના હેઠળ 37 લાખ ખેડૂતોની ફાર્મર આઈડી બનાવાઈ, આ કામ પણ પૂરું!
37.17 લાખથી વધુ ખેડૂતો માટે ‘ફાર્મર આઈડી’ બનાવવામાં આવ્યા
2024ની ખરીફ સિઝનમાં 436 જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વે (DCS) સફળતાપૂર્વક પૂર્ણ કરાયું
નવી દિલ્હી, ગુરુવાર
Agristack Project: એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ, સરકાર દ્વારા સંસદમાં જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં 37.17 લાખથી વધુ ખેડૂતો માટે ‘ફાર્મર આઈડી’ બનાવવામાં આવ્યા છે. કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ માહિતી લોકસભામાં લેખિત જવાબ તરીકે આપી હતી.
આ આઈડીમાં ખેડૂતની વસ્તી સંબંધિત માહિતી, જમીનની માલિકી અને વાવેલા પાક વિશેની મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવે છે. આ ડેટા ખેડૂતોને સરકારી યોજનાઓ, લોન, વીમો અને પાક પ્રાપ્તિ જેવી સેવાઓ માટે ડિજિટલ ઓળખ અને પ્રમાણિકરણ મેળવવામાં મદદ કરે છે. 11 ડિસેમ્બર 2024 સુધી 37,17,709 ફાર્મર આઈડી બનાવવામાં આવ્યા છે.
ડિજિટલ પાક સર્વેક્ષણ
કૃષિ મંત્રીએ આ પણ જણાવ્યું કે, 2024ની ખરીફ સિઝનમાં 436 જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વે (DCS) સફળતાપૂર્વક પૂર્ણ કરાયું છે. આ સર્વેક્ષણ દ્વારા પાકની યોગ્ય માહિતી એકઠી કરવામાં આવી છે.
રાજ્યોએ કરેલા કરાર
મંત્રીએ કહ્યું કે, અત્યાર સુધીમાં 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. આ એમઓયુ કૃષિ ક્ષેત્ર માટે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં અને અમલમાં લાવવામાં મદદરૂપ થશે.
એગ્રીસ્ટેક પ્રોજેક્ટના ત્રણ મુખ્ય સ્તંભ
1. ખેડૂતોની નોંધણી
2. ભૂ-સંદર્ભિત ગામ નકશા
3. વાવેલા પાકોની નોંધણી