Agriculture Tips : દિલ્હીના એન્જિનિયર દંપતી નવીન અને પૂનમની અનોખી સફળતા : ગુચ્ચી મશરૂમની ખેતીથી વાર્ષિક ૧૫ કરોડનું ટર્નઓવર
Agriculture Tips : દિલ્હીના નવીન અને પૂનમ નામના દંપતીએ એવી સફળતા મેળવી છે કે આજે તેઓ ખેતીના ક્ષેત્રમાં એક પ્રેરણા બની ગયા છે. બંનેએ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હોવા છતાં, નોકરીની માર્ગ પર ન જઈને ખેતીને પોતાનું જીવનધ્યેય બનાવ્યું. તેમના નવીન વિચારોથી તેઓ આજે એક વર્ષમાં રૂ. ૧૫ કરોડનો ટર્નઓવર હાંસલ કરી રહ્યા છે.
બી.ટેકથી ખેતી સુધીનો સફર
નવીન અને પૂનમ બંનેએ સાથે B.Tech (એન્જિનિયરિંગ) પૂર્ણ કર્યું હતું. અભ્યાસ પછી, જ્યારે મોટાભાગના લોકો મલ્ટીનેશનલ કંપનીઓમાં નોકરી શોધવામાં વ્યસ્ત હતાં, ત્યારે તેમણે ખેતીની દિશામાં પોતાનું સપનું બનાવ્યું. નવીને મશરૂમની ખેતી શરૂ કરી અને પૂનમે તેની નોકરી છોડી પતિ સાથે સહકાર આપવાનું નક્કી કર્યું. આજે, તેઓ એક એવું વટવૃક્ષ બની ચૂક્યા છે કે જેમાંથી અનેક લોકોને પ્રેરણા મળી રહી છે.
ગુચ્ચી મશરૂમ : દુનિયાનો સૌથી મોંઘો ખજાનો
‘નવીન અને પૂનમએ એવી પ્રકારની મશરૂમની ખેતી શરૂ કરી છે જે વિશ્વના સૌથી મોંઘા મશરૂમમાં ગણાય છે — ગુચ્ચી મશરૂમ. સામાન્ય રીતે આ મશરૂમ નેચરલ રીતે જ પર્વતીય વિસ્તારોમાં ઊગે છે અને તેની ખેતી કરવી ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે. ગુચ્ચી મશરૂમનું ખાસિયત એ છે કે તેની વાવણી વાદળોમાં વીજળી પડતી વખતે પ્રાકૃતિક રીતે બીજ ઉપજતા હોય છે. એના કારણે તેનો ઉત્પાદન ખૂબ જ ઓછી માત્રામાં થાય છે અને તે બજારમાં અત્યંત ઊંચા ભાવે વેચાય છે.
ગુચ્છી મશરૂમની વિશિષ્ટ ખેતી પદ્ધતિ
નવીન કહે છે કે તેઓએ ગુચ્છી મશરૂમ ઉગાડવાની એવી કેટલીક ખાસ તકનીકો શોધી કાઢી છે જે બહુ ઓછા લોકો જાણે છે. આ પદ્ધતિઓ દ્વારા તેઓ વર્ષના મોટાભાગના સમય દરમ્યાન ગુણવત્તાસભર ગુચ્છી મશરૂમનું ઉત્પાદન કરે છે. જોકે, તેઓ આ પદ્ધતિઓ જાહેર કરવા માંગતા નથી અને તેને પોતાના વ્યવસાય માટે ગુપ્ત રાખી રહ્યા છે.
૩૦,૦૦૦ રૂપિયા પ્રતિ કિલો!
તેમના જણાવ્યા અનુસાર, ગુચ્ચી મશરૂમ બજારમાં લગભગ ૩૦,૦૦૦ રૂપિયા પ્રતિ કિલો વેચાય છે. એજ કારણ છે કે તેમનો વાર્ષિક ટર્નઓવર આજે ૧૫ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. તેઓ મશરૂમના વિદેશી બજારોમાં પણ પુરવઠો કરે છે અને ભાવિ સમયમાં ટર્નઓવરને ૨૦ કરોડ રૂપિયા સુધી લઈ જવાનો ધ્યેય રાખે છે.
ખેતીમાં નવી દિશા : નવીન અને પૂનમ
નવીન અને પૂનમનું કહેવું છે કે ખેતી ફક્ત પરંપરાગત રીતે નહીં પણ વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને નવી વિચારસરણીથી કરી શકાય છે. તેઓ અન્ય ખેડૂતોને પણ ઊંચા મૂલ્યના પાક વિકસાવવા માટે પ્રોત્સાહિત કરે છે અને બતાવે છે કે જો યોગ્ય મહેનત અને વિઝન હોય તો ખેતીમાંથી પણ કરોડોની આવક શક્ય છે.