- શક્કરિયાની ખેતી
Agriculture શક્કરિયા મીઠા પંચમહાલમાં પણ ઉત્પાદકતાં ખેડાની
Agriculture પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના જાલીયા ગામના ખેડૂતો શક્કરિયા – સ્વિટ પોટેટો – ખરા અર્થમાં મીઠા પકવે છે. હેક્ટરે 15 ટન પેદા કરે છે. પણ તેની મીઠાશ એટલી હોય છે કે તેનું શ્રેષ્ઠ ઉંધીયું બને છે. ભાવ સારા મળે છે.
રેસા વગરના અને સ્વાદમાં મીઠા છે કારણ કે અહીં 10 વર્ષથી રાસાયણિક ખાતરનો ઉપયોગ કરાતો નથી. સજીવ જમીન, અળસિયા, છાણના ખાતર ભરપુર ઉપયોગ કરે છે.
પણ ઉત્પાદકતા નીચી છે. જેની સામે ખેડામાં બે ગણી ઉત્પાદકતાં છે. હેક્ટરે 23 ટન બટાકા ગુજરાતમાં સરેરાશ એક હેક્ટરે પાકે છે.
પાણી અને સિંચાઈ પુરતી છે. એક હેક્ટરે 15 ટન સક્કરિયા પાકે છે.
જંગલી ભૂંડને શક્કરિયા ખુબ ભાવતાં હોવાથી તેના ટોળા જંગલમાંથી રાત્રે આવે છે અને જમીન ખોદીને સક્કરીયા ખાય જાય છે.
નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય
નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય દ્વારા શક્કરિયાની બે જાતો કલેકશન– 71 અને ક્રોસ– 4 દક્ષિણ ગુજરાત વિસ્તારના ખેડુતોને વાવેતર માટે શોધી કાઢી હતી તે સફળ છે. નવસારીએ દક્ષિણ ગુજરાત માટે લાલ રંગની છાલ સાથે 28 હજાર કિલો એક હેક્ટરે ઉત્પાદન આપે છે. કલેકશન – 71 લાલ રંગની છાલ અને માવો સફેદ રંગનો હોય છે. કંદનું ઉત્પાદન 28 ટન હેક્ટરે મળે છે.
ક્રોસ 4 જાત વિકસાવી છે તે 32 હજાર કિલો એક હેક્ટરે આપે છે. ક્રોસ – 4 જાતના કંદ સફેદ રંગની છાલવાળા હોય છે. કંદનો માવો માખણ જેવો સફેદ રંગનો હોય છે. સરેરાશ કંદનું ઉત્પાદન 32 ટન હેક્ટરે મળે છે.
પુસા સફેદ જાત સારા છે. પુસા સુનહરી જાતના કંદ લાંબા અને બદામી રંગની છાલવાળી હોય છે. બાફ્યા પછી આછા નારંગી રંગની બને છે.
પુસા સફેદ સ્વાદમાં મીઠા હોય છે.
પુસા સુનેહરી પીળાશ પડતા નારંગી રંગ હોય છે.
પુસા લાલ જાત છાલનો રંગ લાલ અને માવાનો રંગ સફેદ હોય છે.
પુસા ભારતી, પુસા હરિત, કિસાન, કાલમેઘ, કોંકણ અશ્વિની, શ્રી નંદિની, શ્રી વર્ધિની, શ્રી રેથના, શ્રી અરૂણ, શ્રી વરૂણ, શ્રી કનકા, શ્રી ધરા, વીએલ શકકરકંદ – 6, રાજેન્દ્ર શકકરકંદ રાષ્ટ્રીય કક્ષાએ જાતો છે. જે ગુજરાતના ખેડૂતો વાવી શકે છે.
જવેલ જાત શક્કરિયાની ટ્રાન્સજેનિક જાત છે.
ખેતી
શિયાળુ વાવેતર ઓકટોબર– નવેમ્બરમાં જ્યારે ચોમાસુ વાવેતર જૂન–જૂલાઈ માસમાં કરવામાં આવે છે.
હેકટર દીઠ 10થી 15 ટન છાણીયું ખાતર નખાય છે. જૈવિક ખાતરનો ઉપયોગ કરી રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડી શકાય છે.
ગોરાળુ જમીન અનુકૂળ છે, ફળદ્રુપ જમીનમાં વાનસ્પતિક વૃદ્ધિ વધુ અને કંદની વૃદ્ધિ ઓછી થાય છે. જમીનનું પીએચ 5.8 થી 6.8 વચ્ચે હોવું જોઈએ. શક્કરીયાના મૂળ જમીનમાં 120થી 180 સેમી. જેટલા ઊંડા હોઈ શકે છે. 60 દિવસ પછી વેલાની ટોચનો 15 સે.મી. ભાગને કાપી તેનો ઉપયોગ ઢોરના ચારા તરીકે કરી શકાય. ત્રિકોણ આકારના પાન ફળ દિવેલીના ડોડવા જેવા છે. શક્કરિયાનો પાક શુષ્ક હવામાન અને પાણીની અછતનો પ્રતિકાર પણ કરી શકે છે. ચોમાસામાં તેની ખેતી સૌથી વધુ લાભદાયક રહે છે. આ સીઝનમાં તેના છોડ વધુ સારી રીતે વિકસી શકે છે. આ છોડની વૃદ્ધિ માટે 25થી 34 ડિગ્રી સુધીનું તાપમાન ઉત્તમ ગણાય છે.
ગાંઠો પર મૂળ બનાવે છે. મૂળ કે જે કંદ છે અને શાકભાજી તરીકે વપરાય છે. વિશ્વમાં 50 જાતિઓ અને 1 હજાર પ્રજાતિ છે. ગુજરાતમાં 12 પ્રકારના હાઈબ્રિડ વેલા છે. આ બારમાસી ઔષધીય વેલ છે. ફૂલો સૂર્યોદય પહેલા ખુલે છે અને થોડા કલાકો પછી સવારે તેઓ ફરી બંધ થઈ જાય છે.
રંગ પીળો, નારંગી, લાલ, ભૂરો, જાંબલી રંગના હોય છે.
ઉત્પાદન વધારવાની રીત
થડ પાસે માટી ચઢાવવાથી કંદ સારા બેસે છે. 30 દિવસે વેલાની ફેરવણી કરવાથી ઉત્પાદન સારું મળે છે.
રોગ
પાન ખાનારી ઈયળ, લડો, કાળો સડો અને શક્કરિયાનું ચાંચવું જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળે છે.
છુપી રીતે વેલા કે કંદમાં પસાર કરે છે. શકકરીયાના કંદમાં કાણા કરી નુકસાન કરે છે. કેટલીક વાર 100 ટકા નુકસાન થાય છે.
શક્કરીયા ગામ
મહેસાણા જિલ્લાના ચલુવા ગામના 200 ખેડૂતો છે જેમાં 90 ટકા ખેડૂતો 40 વર્ષથી શક્કરિયાની ખેતી કરે છે. 1 હજાર વીઘા જમીનમાં શક્કરિયા વાવે છે.
પશુપાલન હોવાથી શક્કરિયાના વેલા પશુઓને ચારા તરીકે આપે છે.
વિઘે 15 હજાર રૂપિયાનો ખર્ચ પુરા પાકનો થાય છે. ખેતરનું ભાડુ અને મજૂરી સાથે 40 હજારનું કુલ ખર્ચ થાય છે. જેમાં 70 હજાર જેવી આવક મળે છે. 20થી 30 રૂપિયા કિલોના ભાવે બજારમાં પહોંચે છે.
ઉપયોગ
શકકરીયાનો કંદ એ મૂળનું સંગ્રહક રૂપાંતર છે. ખાવા, સ્ટાર્ચ તથા આલ્કોહોલ માટે થાય છે. ખેડૂતો તેનો ઉપયોગ ઉદ્યોગ બનાવીને જાતે કરી શકે છે. બારમાસી કંદ છે,જે હૃદય આકારના પાંદડા ધરાવે છે.
મહેસાણા
મહેસાણા જિલ્લામાં કડી તાલુકાના માથાસુર ગામના ખેડૂત ભરતભાઈ પરસોતમભાઈ પટેલ 350 વીઘામાં વર્ષોથી ખેતી કરે છે. પ્રાકૃતિક ઢબે જીવામૃત, ધન જીવામૃત વાપરે છે. એક વીઘામાં 200 થી 250 મણ ઉત્પાદન થાય છે. એક મણ સાકરીયાનો ભાવ માર્કેટમાં 300 થી 320 સુધી મળી શકે છે. 18000 રૂપિયાના ખર્ચ સામે 90 હજાર જેવું વેચાણ છે. નંદાસણ નજીકના માથાસુર, કૈયલ, આણંદપુરા, વડુ ગામના ખેડૂતોએ 400 થી વધુ વીઘામાં 100 ખેડૂતો ખેતી કરી છે.
આણંદ
આણંદના બોરીઆવી ગામનાના ખેડૂત દેવેશ પટેલ 20 વીઘાંમાં શક્કરિયા અને બટેટાની ચિપ્સ બનાવીને વેચે છે. તેમની દરેક પ્રોડક્ટ FSSAIથી પ્રમાણિત છે. સેન્દ્રિય ખેતીના કારણે કંદની ચમક સારી આવે છે.
ખંભાત
ખંભાત તાલુકાના પોપટપુરાના ખેડૂત રમેશભાઈ પટેલ 40 વર્ષથી 10 વીઘા જમીનમાં શક્કરીયાની ખેતી કરે છે. બે દશકા પહેલા વિઘે 400 મણ શક્કરીયા થતાં હતા, કૃષિ ઉત્પાદન ઘટીને 100 મણ જેટલું થઈ ગયું હતું. અંજાર જાત જ વાવતા હતા. જે 150 દિવસ થતાં હતા. સી- 71 જાત 90 દિવસમાં ઉત્પાદન આપતી હોવાથી તે વાવે છે. ખંભાતના શક્કરિયાની ભારે માંગ છે. આસપાસના વત્રા, ઉંદેલ, નાના કલોદરા, સાલણા સહિત 13 ગામોમાં 900 એકર ખેતરોમાં શક્કરિયાની ખેતી થાય છે. અહીંની જમીન શક્કરિયા માટે સારી છે, એવી ગુજરાતમાં બીજે ક્યાંય નથી.
1 વીઘાએ 400 મણ
ખંભાતના ઉંદેલના ખેડૂત ભૂપેન્દ્રભાઈ વીઘે 250 મણ જેટલું ઉત્પાદન લેતા હતા. કૃષિ સંશોધન કેન્દ્રોની મદદથી સુધારેલી જાતનું વાવેતરથી વીઘાએ 400 મણનું ઉત્પાદન લે છે. ખંભાત પંથકના શક્કરીયા સુરત, ભરૂચ અને મુંબઈ સુધી જાય છે.
નવી રીત
મહેસાણાનાં માથાસુર ગામના ખેડૂત સંજયભાઈ પાંચાભાઈ રાવળે ખેતરમાં માટીમાંથી શક્કરિયા બહાર કાઢવા માટે ટ્રેક્ટરમાં પલાવ બનાવી અને શક્કરિયા કાઢે છે. 1 વીઘા માંથી માત્ર 3 કલાકમાં જ શક્કરિયા નિકળી જાય છે. મજૂરી ખર્ચ 70 ટકા બચી જાય છે.
મુળ વતન દક્ષિણ અમેરિકા એવા શક્કરિયાં શાકભાજી છે.
તત્વો
કંદમાં સ્ટાર્ચ 27થી 30 ટકા, શર્કરા તથા વિટામીન એ, બી અને સી છે.
પીળા અને નારંગી રંગના ગરવાળા કંદમાં કેરોટિનનું પ્રમાણ વધારે હોય છે.
કાર્બોહાઈડ્રેટસ તથા કેલરી પુષ્કળ છે. શક્કરિયામાં વિટામિન A, C અને B5 જેવા મહત્વપૂર્ણ વિટામિન અને કોપર અને પોટેશિયમ જેવા ઘણા જરૂરી ખનીજો હોય છે.
ગુજરાત
ગુજરાત રાજયમાં શાકભાજી પાકો હેઠળનો કુલ વાવેતર વિસ્તાર 8 લાખ 26 હજાર હેકટરમાં 1 કરોડ 67 હજાર ટન ઉત્પાદન મળે છે. સરેરાશ તમામ પ્રકારના શાકનું હેકટરે ઉત્પાદન 20 ટન હોય છે. પણ ખેડા જિલ્લામાં 26 ટન શક્કરિયા પાકે છે. ગુજરાતમાં ખેડામાં સૌથી વધું વાવેતર છે.આણંદ બીજા નંબર પર છે.
ટોચના 5 વિસ્તાર
વિસ્તાર – હેક્ટર – ઉત્પાદન ટન – ઉત્પાદકતા
ખેડા – 60006 – 157597 – 26.24
આણંદ – 762 – 14356 – 18.84
વલસાડ – 475 – 5776 – 12.16
ભરૂચ – 415 – 8607 – 20
સોમનાથ – 255 – 3307 – 12.97
જામનગરમાં હેક્ટરે 30.75 ટન પાકે છે. સાબરકાંઠામાં 29.32 ટન હેક્ટરે પાકે છે. ગાંધીનગરમાં 25 ટન, મહિસાગરમાં 25 ટન પાકે છે જે ખેડા જેટલી જ ઉત્પાદકતા હોવા છતાં આ વિસ્તારમાં ખેડૂતો સક્કરિયાનું વાવેતર કરવાનું પસંદ કેમ નથી કરતા?
ભારતમાં
ભારતમાં શક્કરિયા 2017-18માં 134000 હેક્ટરમાં 1503000 ટન ઉત્પાદન મળ્યું હતું. જે 2021માં 150000 હેક્ટરમાં વાવેતર હતા. અગાઉના 20 વર્ષ સુધી ઉત્પાદન અને વાવેતર સતત ઘટતું રહ્યું હતું. 1996માં હેક્ટરે 9092 કિલો પાકતાં હતા. 2017-18માં હેક્ટરે 11201 કિલો પાકતા હતા. પાણીની તંગી જીલી લે છે.
વિશ્વમાં
શક્કરિયાની ખેતી 8.7 મીલીયન હેકટરમાં 130 મિલિયન ટન ઉત્પાદન છે. 25 મિલિયન ટન ચીન પેદા કરે છે. ભારતમાં 1.29 મિલિયન ટન પેદા થાય છે. ભારત છઠ્ઠા નંબર પર છે.