Agriculture Debate Controversy: કૃષિ ચર્ચા પર વિવાદ, વિપક્ષ પર શિવરાજ સિંહ ચૌહાણનો પ્રહાર
Agriculture Debate Controversy: કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વિપક્ષ પર તીવ્ર આક્ષેપ કરતાં જણાવ્યું કે સંસદમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ પર ચર્ચા થવાની હતી, પરંતુ વિપક્ષે હંગામો કરીને આ ચર્ચાને રોકી દીધી. તેમણે કહ્યું કે વિપક્ષને ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા કરતાં રાજકીય રમતોમાં વધુ રસ છે.
વિપક્ષ ખેડૂત વિરોધી છે?
ચૌહાણે સ્પષ્ટ કહ્યું કે જો વિપક્ષ વાસ્તવમાં ખેડૂતોની ચિંતામાં હોય, તો તેઓ આ ચર્ચામાં સહભાગી થાય. વિપક્ષના અવરોધને લઈને તેમણે ઉદ્દાહરણ આપ્યું કે હાથીના દાંત ખાવા માટે જુદા અને દેખાડવા માટે જુદા હોય છે. તેઓએ સરકારની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે મોદી સરકાર શરૂથી જ ખેડૂત કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે.
એક દાયકા પછી ખેડૂતોની સ્થિતિમાં સુધારો
શિવરાજે દાવો કર્યો કે અગાઉની સરખામણીએ હવે ખેડૂતોની પરિસ્થિતિ સુધરી છે. કેન્દ્ર સરકારે વિવિધ યોજના અને સહાયના માધ્યમથી ખેડૂતોને મજબૂત બનાવ્યા છે. કિસાન આઈડી જેવી પહેલો ખેડૂતો માટે ઉપયોગી સાબિત થશે.
અંતમાં, કૃષિ મંત્રીએ વિપક્ષને સંસદમાં અર્થપૂર્ણ ચર્ચા કરવા અપીલ કરી, જેથી ખેડૂત કલ્યાણ માટે ઠોસ નિર્ણયો લઈ શકાય.