Agricultural Infrastructure Fund Scheme : ખેડૂતોને હવે મળશે 2 કરોડ સુધીની લોન ફક્ત 4% વ્યાજે – જાણો આ યોજના માટે અરજી કરવાની આખી પ્રક્રિયા!
Agricultural Infrastructure Fund Scheme : ખેડૂતોના ખેતરમાં સુધારાં અને ખેતીને વધુ આધુનિક બનાવવા માટે કેન્દ્ર સરકારે એક ખાસ યોજના શરૂ કરી છે – એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ યોજના (Agriculture Infrastructure Fund – AIF). આ યોજના હેઠળ ખેડૂતોને 2 કરોડ રૂપિયા સુધીની લોન માત્ર 4% વ્યાજ દરે મળી શકે છે. આ સહાયથી ખેડૂતો કોલ્ડ સ્ટોરેજ, વેરહાઉસ, પેકિંગ યુનિટ, શેડ ઉભી કરી શકે છે, જેનાથી પાકના બગાડમાં ઘટાડો થાય અને આવકમાં વધારો થાય.
શું છે AIF યોજના?
એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ યોજના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય છે ખેડૂતોને લણણી પછીના સ્ટોરેજ અને વ્યવસ્થાપન માટે આધુનિક સુવિધાઓ પૂરી પાડવી. આ યોજના હેઠળ મળતી લોનથી ખેડૂતો કોલ્ડ સ્ટોરેજ, વેરહાઉસ, લોજિસ્ટિક્સ, ટેસ્ટિંગ/ગ્રેડિંગ યુનિટ વગેરે બનાવી શકે છે.
આ યોજના હેઠળ મળતા મુખ્ય લાભો:
ઓછી વ્યાજ દરે લોન: ખેડૂતોએ ફક્ત 4% વ્યાજ ચુકવવાનું રહેશે, બાકીની રકમ સરકાર સહાયરૂપે ભરી આપે છે.
વ્યાજ પર 3% સબસિડી: 2 કરોડ સુધીની લોન પર 7 વર્ષ સુધી 3% વ્યાજ સહાય મળે છે.
લોન માટે સુરક્ષા જરૂરી નહિ: સરકાર લોન માટે ગેરંટી આપે છે, એટલે ખેડૂતોને જગ્યા રાખવાની કે અન્ય ગીરવી દસ્તાવેજોની જરૂર નથી.
પ્રમાણભૂત ઉત્પાદન વ્યવસ્થાપન: પાકના યોગ્ય સ્ટોરેજ અને સમયસર વેચાણથી નુકશાન ઓછું થાય છે અને ફાયદો વધુ થાય છે.
વાર્ષિક રૂપિયા 6 લાખ સુધીની બચત: વ્યાજ સહાયને કારણે આટલી મોટી બચત શક્ય છે.
યોજનાનો લાભ કોણ લઈ શકે?
ઈન્ડિવિજુઅલ ખેડૂત
ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPOs)
કૃષિ ઉદ્યોગસાહસિક
સ્વ-સહાય જૂથો (SHGs)
સહકારી મંડળીઓ
કૃષિ બજાર સમિતિઓ
કૃષિ ક્ષેત્રમાં કાર્યરત સ્ટાર્ટઅપ્સ
જરૂરી દસ્તાવેજો:
અરજી ફોર્મ
2 પાસપોર્ટ સાઇઝ ફોટો
આધાર કાર્ડ / ડ્રાઇવિંગ લાઇસન્સ / મતદાર કાર્ડ
સરનામાના પુરાવા
વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR)
જમીન માલિકીની વિગતો અથવા ભાડાની નોંધ
બેંકની માંગ મુજબ TIR (ટાઇટલ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ)
અરજી કરવાની રીત:
અરજી માટે ઓનલાઈન પ્લેટફોર્મ પર જાઓ
AIF યોજનાની વેબસાઈટ દ્વારા અરજી શરૂ કરો.
માહિતીની ચકાસણી
કૃષિ મંત્રાલય 2 દિવસમાં તમારી અરજી ચકાસે છે.
બેંકનો સંપર્ક કરો
ચકાસણી બાદ અરજી આપમેળે પસંદ કરેલી બેંકમાં જવા માટે ફોરવર્ડ થાય છે.
લોન મંજૂરી પ્રક્રિયા
બેંક તરફથી તમારી લોન અરજી 60 દિવસમાં મંજૂર થાય છે.
એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ યોજના આપણા દેશના ખેડૂતો માટે મોટા આર્શીવાદ જેવી છે. આ યોજના ખેતીની પદ્ધતિને આધુનિક બનાવવા, નુકશાન ઘટાડવા અને લાભ વધારવા માટે યોગ્ય સાધન પૂરું પાડે છે. જો તમારું પણ ખેતીમાં મોટું પ્લાનિંગ છે, તો આ યોજના તમને નક્કી મદદરૂપ સાબિત થશે.