જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ ના કોર્ટ રોડ સામે આવેલ એકતા નગર ની પાછળ ના ભાગે શિવ કૃપા સોસાયટી દશામાં મંદિર પાસે ના મકાન નંબર ૨૦૩૭ માં રહેતા રાકેશ કિશોર ભાઈ કાયસ્થ ગત રાત્રી ના તેઓ નું મકાન બંધ કરી લગ્ન પ્રંસંગ માં ગયા હતા ….
ગત રાત્રી ના સ્થાનિકો એ તેઓના મકાન ના લોક તૂટલા હોવાની જાણ કરતા રાકેશ ભાઈ એ ઘરે આવી તપાસ કરતા તેઓના મકાન માં ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું….
મકાન માં બે જેટલા કબાટ ના લોક તોડવા માં આવ્યા હતા જેમાંથી હજારો રૂપિયા રોકડા અને બુટ્ટી તેમજ નાની મોટી વસ્તુ ઓ તસ્કરો એ ચોરી ગયા હતા …

જાણવા મળ્યા મુજબ તસ્કરો સોસાયટી ના પાછળ ના ભાગે આવેલા ખેતર નો લાભ લઇ આ વિસ્તાર માંથી પલાયન થઈ જાય છે અને સોસાયટી ના લોકો અવાર નવાર આ પ્રકાર ની ચોરી ઓના બનાવ નો ભોગ બની રહ્યા છે ….હાલ સમગ્ર મામલે ભરૂચ એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તાર માં છેલ્લા આ માસ માં ચોરી ઓ ના કેટલાય બનાવો બની જતા સ્થાનિક લોકો માં ભારે આક્રોશ ઉભો થયો છે અને પોલીસ પેટ્રોલીંગ વધુ માં વધુ આ વિસ્તાર માં સધન બનાવવા માં આવે તેવી માંગ કરી હતી ..