પારડી નગર ના અગિયારી રાણાસ્ટ્રીટ માં છેલ્લા 20 દિવસ થી રસ્તાની એક બાજુ માં ગટર નું કામકાજ થઈ રહ્યું છે અને રૂ.10 લાખ ખર્ચે તૈયાર થઈ રહેલ કામ સ્થાનિક લોકોના તેમજ વાહન ચાલકોના જણાવ્યા મુજબ ખૂબ જ ગોકુલ ગતિ એ કામ ચાલી રહેલ છે અને આ રસ્તાનું કામ અમારી ટીમ ના પ્રતિનિધિ સ્થળ પર જતા ગટરના ખોદકામને લઈ સ્થાનિક વેપારી તેમજ રહેણાંક લોકોને ખૂબ હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે કાર જવા માટે રસ્તો પણ વારંવાર બંધ હોય છે વેપારીઓના ધંધા માં અસર થતી હોય છે રસ્તાનું કામ છેલ્લા 20 દિવસથી ચાલી રહ્યું છે મિડિયા કર્મી ની મુલાકાત દરમિયાન કામકાજ ઝડપથી ચાલુ કરવામાં આવ્યું છે.
આ સમસ્યા બાબતે કોન્ટ્રાક્ટર સંદીપ દેસાઈ સાથે રૂબરૂ મુલાકાત માં સ્થળ પર તેઓએ કશુંએ બોલવાની ના પાડી હતી પરંતુ રાણા સ્ટ્રીટમાંથી પ્રસાર થઇ રહેલ એક નાળાની ગટર માં ગંદકીનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે અહીં આર.એસ.એસ. ના અગ્રણીનું ઘરની બાજુમાં જ ગટર જઈ રહી છે તેઓએ જણાવ્યું હતું કે 4 થી 5 કરોડની માંગણી કરી છે સરકાર પાસે પાકી ગટર બનાવવા જેની રાહ જોઈને બેઠા છે પરંતુ અહીં ચાલી રહેલ કામમાં બાંધકામ અધ્યક્ષ કે બાંધકામ વિભાગ ના કર્મચારી પણ દેખરેખ ન રાખતા હોવાનું દેખાઈ રહ્યું છે.