શુક્રવાર, 21 ફેબ્રુઆરીએ શિવજી અને માતા પાર્વતીની પૂજાનો મહાપર્વ શિવરાત્રિ છે. આ દિવસે શિવલિંગ ઉપર જળ અને બીલીપત્ર ચઢાવી મીઠાઈનો ભોગ ધરાવો. આ દિવસે કોઇ જ્યોતિર્લિંગના દર્શન પણ કરવાં. શિવરાત્રિએ શિવલિંગ સામે બેસીને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઇએ. આ મંત્રના જાપથી ભય અને બધી જ ચિંતાઓ દૂર થઇ શકે છે. સતત મંત્ર જાપ કરવાથી મન શાંત થાય છે.શિવપુરાણમાં મહામૃત્યુંજય મંત્રનો મહિમા ઉલ્લેખવામાં આવ્યો છે. આ મંત્રના જાપથી મૃત્યુના યોગને પણ ટાળી શકાય છે. આ મંત્રના જાપથી શિવજી ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે અને ભક્તની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે. જે ભક્ત રોજ સાચા મનથી આ મંત્રનો જાપ કરે છે, તેમની મોટી-મોટી સમસ્યાઓ પણ દૂર થઇ શકે છે.
મહામૃત્યુંજય મંત્ર– ऊँ त्र्यंबकम् यजामहे सुगंधिम् पुष्टिवर्द्धनम्। ऊर्वारुकमिव बंधनात, मृत्योर्मुक्षिय मामृतात्।।
અર્થઃ– આપણે ત્રિનેત્ર ભગવાન શિવનું સ્મરણ મનથી કરીએ છીએ. શિવજી આપણાં જીવનની મધુરતાને પોષિત અને પુષ્ટ કરે છે. જીવન અને મૃત્યુના બંધનથી મુક્ત થઇને અમૃત તરફ અગ્રસર થાવ.