નવી દિલ્હી તા.2 : નાણામંત્રી અરુણ જેટલી દ્વારા કાલે 2017-18 નું બજેટ રજુ કરવામાં આવ્યું હતું જેમાં પછી રાજનીતિક માહોલ માં ગરમાવો આવી ગયો છે.કેટલાક રાજકીય પક્ષ નો દાવો છે કે નોટબંધી ના લીધે થયેલા ઘા પર મલમ લાગવા માટે આ બજેટ ને રજુ કરવામાં આવ્યું છે.પરંતુ આ બજેટ સમુપર્ણપણે ખોખલું છે.કોંગ્રેસ ના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી એ જણાવ્યું હતું કે ” બજેટ માત્ર સેરો શાયરી ના પ્રોગ્રામ જેવું હતું જેમાં ગરીબો અને ખેડૂતો માટે કોઈ પ્રકાર ની અલગ થી અને રાહત વાળી જાહેરાત કરવામાં આવી નથી.”
આજે પી.ચિદમ્બરમ એ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેમને બજેટ ને લઇ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.તેમને જણાવ્યું હતું કે આ બજેટ માં રોજગાર ને લઇ કોઈ પ્રકાર ની જાહેરાત સરકાર દવારા કરવામાં આવી નથી.
પી.ચિદમ્બરમ ની પ્રેસ કોન્ફરન્સ ની હાઇલાઇટ્સ.
- નાણામંત્રી દ્વારા બજેટ રજુ કરવામાં આવ્યું છે તેમાં કરેલી અમુક જાહેરાત થી હું ખુશ છુ.
- નોટબંધી ની જો વાત કરવામાં આવે તો તેનાથી કોઈ પણ પ્રકાર નો ફાયદો થયો નથી અને આ નિર્ણય વિચાર્યા વિના નો હતો.
- નોટબંધી ના કારણે દેશ ના અર્થતંત્ર ને પડી રહેલી ચુનોતી ને લઇ સરકાર પાસે કોઈ જવાબ નથી.
- નોટબંધી ના થોડા સમય પછી એટલકે આજ ના સમયે હવે લોકો ને એહસાસ થઇ રહ્યો છે કે સરકારે આ નિર્ણય થી લોકો ને છેતર્યા છે.
- નાના ઉદ્યોગ,ખેડૂત,રોજિંદા ની આવક ધરાવતા લોકો ને નોટબંધી ના કારણે ઘણી હાલાંકી નો સામનો કરવો પડ્યો છે.
- આ સમયે રજુ થયેલા બજેટ માં મધ્યમ વર્ગ અને ગરીબો તેમજ ખેડૂત માટે કોઈ પ્રકાર ની અલગ થી જાહેરાત કરવામાં આવી નથી.
- અમારી પાર્ટી એ સરકાર પાસે માંગણી કરી હતી કે નોટબંધી ના લીધે જે લોકો ને કરોડો નું નુકસાન ઉઠાવું પડ્યું છે તેમને યોગ્ય વળતા આપવામાં આવે પરંતુ અમારી વાત ને સરકારે નિર્દયતા પૂર્વકે વખોડી કાઢી હતી.
- રજુ થયેલ બજેટ માં નાણામંત્રી એ કૃષિ ક્ષેત્રે સરકારે કોઈ મહત્વની જાહેરાત કરી નથી અને તેમને છેતર્યા છે.
- જો રોજગાર ની વાત કરવામાં આવેતો હાલ ભારત યુવા વર્ગ ની સહુથી મોટી સમસ્યા છે એનડીએ ની સરકારે વાયદો કર્યો હતો તે 2 કરોડ નૌકરી ની તક ઉભી કરસે પરંતુ તેના થી વિપરીત 2015-16 માં માત્ર 1.5 લાખ નૌકરી જ સર્જી શકી.
- નોટબંધી પછી જીડીપી ગ્રોથ માં સતત ઘટાડો નોંધાયો છે.