સ્ટાર કાસ્ટ રિશી કપૂર, પરેશ રાવલ, વીર દાસ અને પાયલ ઘોસ ની ફિલ્મ પટેલ કી પંજાબી શાદી નું પોસ્ટર સામે આવી ગયું છે. જેમાં માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મની સ્ટોરી બે અલગ અલગ સંસ્કૃતિ વચ્ચે પ્રેમ સબંધ ને લઇ થયી રહેલા ખાતા-મીઠા ઝગડા પર આધારિત છે. ફિલ્મના પોસ્ટર પરથી સ્પષ્ટ પર્ણે સાબિત થાય છે કે આ ફિલ્મ પ્રેમ, દ્રામા તેમજ તકરાર પર આધારિત છે. જેમાં ગુજરાત અને પંજાબી પરિવાર ની વચ્ચે થતા ઝગડા પર છે. એક્ટર વીર દાસે પોતાના ટ્વિટ્ટર એકાઉન્ટ પર પીક ને શેર કરી હતી. રિશી કપૂરે પણ આ ફિલ્મનું પોસ્ટર ટ્વિટ્ટર પર શેર કર્યું હતું જયારે મધુર ભંડારકર એ આ ફિલ્મની સફળતા માટે શુભેછા પાઠવી છે.