રાજકોટ પોલીસે ગાંજાના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે. રાજકોટના સદર બજાર નજીક ગાંજાનો કાળો કારોબાર ચલાવી રહ્યો છે, તેવી એસઓજીને બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી હતી અને દિલાવરના પાસેથી 1 કિલો અને 700 ગ્રામ જથ્થાને પકડી પાડ્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે આ શખ્સ નાની પોટલીઓ કરીને વેચતો હોવાનું સામે આવ્યુ છે.
આ સાથે પોલીસે વર્ષ 2005માં માલવિયાનગર વિસ્તારમાંથી પકડાયેલા 9 કિલો ગાંજાના જથ્થાને નાશ કર્યો હતો. સામાન્ય રીતે નશીલા પદાર્થના કેસ પૂર્ણ થવાથી કોર્ટના આદેશથી પોલીસ આવા પદાર્થનો નાશ કરે છે, જેને સળગાવીને પોલીસે નાશ કર્યો હતો.