ગુજરાત સરકાર હાલ માં એકપછીએક આંદોલનો થી ભીંસ માં મુકાઈ ગઈ છે હજુ તો LRD ના આંદોલન મુદ્દે પરિપત્ર સુધારવા સરકારે તૈયારી બતાવી તો સરકાર ના આ નિર્ણય નો બિન અનામત સંગઠનો એ પરિપત્ર ના સુધારા સામે વિરોધ કરતા મામલો પેચીદો બન્યો છે. ગુજરાત સરકારે મહિલા અનામત મુદ્દે 1 ઓગસ્ટ, 2018નો ઠરાવ સુધારવાની જાહેરાત બાદ બિન અનામત વર્ગની 250થી વધુ મહિલાઓએ ગાંધીનગરમાં આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે. ઠરાવમાં સુધારો કરવાના સરકારના નિર્ણયનો વિરોધ કરતી આ મહિલાઓએ ગાંધીનગરમાં જ ઠરાવ રદ્દ કરવાની માગણી સાથે આંદોલન પર ઉતરેલી મહિલાઓ એ છાવણી સામે રસ્તા પર બેસી સરકારી નિર્ણયનો વિરોધ કર્યો હતો. અંદાજે 250 થી 300 મહિલા ઉમેદવારો કે જે બિનઅનામત વર્ગની મહિલા અનામત કક્ષામાં સફળ થઇ છે. તેઓએ કૂચ સ્વરૂપે બિન-અનામત વર્ગની જ્ઞાતિઓના નેતા સાથે કલેક્ટર ઓફિસ અને ત્યારબાદ મંત્રીઓના આવાસ પર ઘેરો નાંખવા રેલી કાઢી હતી. પરંતુ પોલિસે અચાનક તેઓના અગ્રણી નેતાઓની અટકાયત કરી આ આંદોલનને કચડવાનો પ્રયાસ કર્યો હતો. ઉશ્કેરાયેલી મહિલા ઉમેદવારોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા અને તેઓની અખોમાંથી રીતસર આંસુઓ નીકળી પડ્યા હતા. બુધવારે કેબિનેટ બેઠક મળ્યા પછી પણ સરકારે કોઇ સ્પષ્ટતા ન કરી કે સુધારો શું કરાશે. એક તરફ અનામત કક્ષાની મહિલા ઉમેદવારો જ્યાં સુધી સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી આંદોલન સંકેલવાના મૂડમાં નથી ત્યાં બુધવારે સાંજે બિનઅનામત વર્ગની મહિલા ઉમેદવારોએ આંદોલનનો શંખનાદ ફૂંકતા હવે અનામત અને બિન-અનામત વર્ગના લોકો વચ્ચે સીધી ટક્કર થઈ રહી હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે.1 ઓગસ્ટ 2018નો પરિપત્ર રદ ન કરવાની માંગણી સાથે યોજાયેલીઆ રેલીમાં મહિલા ઉમેદવારોની સાથે સાથે પાસના નેતા દિનેશ બાંભણિયાથી લઈ કરણીસેનાના પ્રમુખ રાજ શેખાવત સહિતના આગેવાનો જોડાયા હતા.
જેઓની અટકાયત બાદ છુટકારો થયો હતો. બુધવારે સાંજે ગાંધીનગરના ઉમિયામાતા મંદિર ખાતે બિન-અનામત વર્ગની જ્ઞાતિઓના પ્રતિનિધીઓ મળ્યા હતા જેમાં પાટીદાર, બ્રાહ્મણ, રાજપૂત, લોહાણા, બ્રહ્મક્ષત્રિય, સોની અને અન્ય જ્ઞાતિના આગેવાનોએ ભાગ લઇને બિન-અનામત સંકલન સમિતિની રચના કરાઇ હતી. જેમાં સરકાર મહિલા અનામતના ઠરાવમાં સુધારો કરવાનું રદ્દ કરે અને કોઇપણ પગલું ભરતા પહેલા સમિતિની સાથે ચર્ચા કરે તેવો નિર્ણય લેવાયો છે. જો સરકાર આમ ન કરે તો ગુજરાતભરમાં સરકાર સામે બિન-અનામત જ્ઞાતિઓના લોકો આંદોલન કરી રસ્તા પર ઉતરી આવશે તેવી ચીમકી પાટીદાર નેતા દિનેશ બાંભણીયાએ આ બેઠક બાદ ઉચ્ચારી છે. સાથે સાથે લોકરક્ષક ભરતી બોર્ડમાં પાસ થયેલી બિનઅનામત વર્ગની 254 યુવતીઓએ હાઇકોર્ટમાં પીટીશન કરી છે. ઝડપથી તેમને નિમણુંકપત્રો આપવા અને જુનો ઠરાવ રદ નહી કરવા અને મહિલા અનામત આપવા દાદ માગવામાં આવી છે. આમ ચારે તરફ થી ભીંસ માં મુકાયેલી સરકાર આ મુદ્દે શુ નિર્ણય લેશે તેના ઉપર સૌની મીટ મંડાઇ છે.