નવી દિલ્હી તા.30 : ભારત થી ભગોડા જાહેર થયેલા અને કિંગફિશર ના માલિક વિજય માલ્યા નો મામલો ફરી એક વખત ચર્ચા નો વિષય બન્યો છે.વિજય માલ્યા પર રાજનીતિ જાણે બંધ થવાનું નામ નથી લઇ રહી ફરી એક વખત ભાજપ દ્વારા કોંગ્રેસ પર આરોપ મુકવામાં આવ્યો છે કે વિજય માલ્યા ની લોન મંજૂર કરવામાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંઘ નો હાથ છે.
ભાજપ ના પ્રવક્તા સુમિત પતરા એ જણાવ્યું હતું કે પૂર્વ પ્રધાનમંત્રી ના પ્રતાપે જ વિજય ને આટલા મોટા પ્રમાણ માં લોન મળી છે અને વિજય માલ્યા દ્વારા કરવામાં આવેલા એક ઇમેઇલ માં મનોહન સિંઘ ને જણાવ્યું હતું કે આવક વેરા વિભાગ દ્વારા થઇ થઇ રહેલી કિંગફિશર ની તપાસ ને જલ્દી થી બંધ કરવામાં આવે.
સુમિતે વધુ માં જણાવ્યું હતું કે ” કે માલ્યા 9000 કરોડ ની લોન કરવી રીતે મળી શકે છે જયારે કંપની પાસે આટલું ઓછું રેટિંગ હતું.તેમજ લોન આપતા પેહલા કિંગફિશર ના ખાતા ઓ ની તપાસ કેમ ના કરવામાં આવી.અમારી પાસે પૂરતા ઇમેઇલ છે એ વસ્તુ ને સાબિત કરવા માટે કે લોન મનમોહન સીંઘ ની ભલામણ થી અપાઈ હતી.”
પ્રાપ્ત વિગત અનુસાર ઇમેઇલ માં વિજય માલ્યા મનમોહન સિંઘ નો અભિવાદન વ્યક્ત કર્યો હતો.અને વિજય સાથે વાત કરવા અને તેમની સાથે સમય વિતાવ્યા ના કારણે ને મનમોહન સિંઘ નો આભાર વ્યક્ત કર્યો હતા.તેમજ કોંગ્રેસ ના એક મંત્રી એ હવાઈ ઉડ્ડયન મંત્રાલય સાથે વાત કરી હતી અને તેમને ભલામણ કરી હતી કે કિંગફિશર ને મદદ કરવામાં આવે.જયારે આ પ્રસંગે કોંગ્રેસ ના નેતા નાયડુ એ જણાવ્યું હતું કે મને આ વિષે કશી ખબર નથી અને આ વિષે હું કઈ પણ નિવેદન આપવા નથી માંગતો.જયારે એક માહિતી અનુસાર આ ઇમેઇલ માં પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમ નું પણ નામ હતું પરંતુ તેને સત્તાવાર રીતે ભાજપ દ્વારા બહાર પાડવામાં નથી આવ્યું.