નવી દિલ્હી તા.30 : આજે સુપ્રીમે કોર્ટ દ્વારા બીસીસીઆઈ ના સંચાલક ની નિમણુંક કરી છે જેમાં પૂર્વ સીએજી વિનોદ રાય,રામચંદ્ર ગુહા અને વિક્રમ લિમયે ની પસંદગી કરવામાં આવી છે.મળતી માહિતી અનુસાર પૂર્વ મહિલા ક્રિકેટ ના સંચાલક અને કોચ ની પણ પસંદગી કરવામાં આવી છે જેમના નેજા હેઠળ તે બીસીસીસાઈ દ્વારા કરવામાં આવતા કાર્યક્રમ અને દરરોજ ની ગતિવિધિ પર ધ્યાન આપશે અને તેનું સંચાલન કરશે.સાથે જ લોઢા સમિટ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા આદેશ પર સરળતા થી કામ થઇ શકે તેના પર પણ નજર રાખશે.
ડિયાના જે મહિલા ક્રિકેટ એસોસિએશન ના પૂર્વ ચેરમેન રહી ચુક્યા છે તેમની પસંદગી બાદ જણાવ્યું હતું કે” મારા માટે આ એક બહુ ગર્વ ની વાત છે,અને સુપ્રીમે કોર્ટે મારી લાયકાત ને પરખી મારી કમિટી માં નિમણુંક કરી છે.આ નિર્ણય પછી મારા ખભા પર કોર્ટ દ્વારા એક મહત્વની અને મોટી જવાબદારી આપવામાં આવી છે”
તેમને વધુ માં જણાવ્યું હતું કે ” બિસિસિઆઇ ના સંચાલન દ્વારા કરવામાં આવેલા હુકમ ને પૂરું કરવું એ ઘણો મોટો પડકાર હશે અને વિનોદ રાય તેમજ રામચંદ્ર જેવા લોકો સાથે કામ કરવું એ મારા માટે એક અભિમાન ની વાત છે અને તેમને પોતાના કાર્યકાળ દરમિયાન યોગ્ય રીતે દરેક કામ ને પર પડ્યું છે અમે થોડાક જ સમય માં મળી ને આગળ ના કામ વિષે મહત્વની ચર્ચા કરીશું “
અને પેહલા સુપ્રીમે કોર્ટ મંગળવાર ના દિવસે જ બીસીસીસાઈ ના નામ જાહેર કરવાના હતા.પરંતુ સુપ્રીમે કોર્ટ ના વકીલ મુકુલ રોહતગી એ સુપ્રીમ કોર્ટ સમક્ષ ભલામણ કરી હતી કે બીસીસીઆઈ ના સંચાલકો નું નામ બે અઠવાડિયા પછી જાહેર કરવામાં આવે.સાથે સુપ્રીમે કોર્ટે કપિલ સિબ્બલ ને પણ પૂછ્યું હતું કે તે બીસીસીઆઈ ના અન્ય સંચાલક માટે નામો ની ભલામણ કરે.