ઇન્ડિયન ટીમે બીજી T-20 5 રનથી જીતી લીધી છે. ઇંગ્લેન્ડે ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તો ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા ફક્ત 144 રન જ બનાવી શક્યા હતા. ત્યારે એવું લાગ્યું કે ઇંગ્લેન્ડ ની ટીમે બરાબર નિર્ણય લીધો હતો. ઇન્ડિયન ટીમના ઓપનરે સ્ટાર્ટ તો સારો કર્યો હતો પરંતુ 30રન પર જ ઇન્ડિયન કેપ્ટન વિરાટ કોહલી જોર્ડન નો શિકાર બનતા ઇન્ડિયાને પેહલો ઝાટકો આપ્યો હતો. એના પછી આવેલા રૈના અને યુવરાજ પણ કઈ ખાસ કરી શક્ય ના હતા રૈના અને યુવરાજે 7 અને 4 રન બાનવીને આઉટ થઇ ગયા હતા. મિડલ માં આવેલા મનીષ પાંડે સાથે KL રાહુલે 56 રન ની પાર્ટનરશીપ કરી હતી. રાહુલે તેની ઇનિંગ માં 6 ચોક્કા અને 2 છક્કા ની મદદ થી 47 રન માં 71 રન બનવ્યા હતા. જયારે જોર્ડને શાનદાર બોલિંગ કરી હતી, તેને 3 વિકેટ લીધી હતી અને 2 રન આઉટ પણ કર્યા હતા. જોર્ડનની શાનદાર બોલિંગ ની મદદ થી ઇંગ્લેન્ડએ ઇન્ડિયાને 144 રન માં સીમિત કરી દીધા હતા.
ઇંગ્લેન્ડ 145 રન ના સ્કોર નો પીછો કરવા ઉતરી હતી. સ્ટાર્ટિંગ માં તો ઇંગ્લેન્ડની ટીમના બેસ્ટમેન અગ્રેસિવ લગતા હતા. પરંતુ આશિસ નેહરા કે જે 4 ઓવેર લઈને આવ્યા ત્યારે ઇંગ્લેન્ડને બે મોટા ઝટકા આપીને ઇંગ્લેન્ડ ને પ્રેસર માં લાવી દીધું હતું. એના પછી ઇંગ્લેન્ડના કેપ્ટન ઇઆન મોર્ગેન અને જો રુટ ઇંગ્લેન્ડ ની પરીને આગળ ધપાવવા આવ્યા હતા પરંતુ મોર્ગન પણ ફક્ત 17 રન બાનવીને આઉટ થઇ ગયા હતા. એના પછી તરત જ આવેલા સ્ટોકને પણ અમિત મિસરા એલબી ડબ્લ્યુ આઉટ કરી દીધા હતા પરંતુ રિવ્યૂ માં નો બોલ નીકળ્યો એના પછી તો જાણે બેન સ્ટોક નો જ દિવસ છે એવું લાગતું હતું. બેન સ્ટોકે ઇંગ્લેન્ડ ને જીતાળવા માટે ઘણા પ્રયાસ કર્યા સ્ટોકે રુટ સાથે મળીને 52 રન નોંધાવ્યા હતા. પરંતુ નેહરાએ ઇન્ડિયા માટે સ્ટોક ની વિકેટ લઈને ટિમ ને મેચ માં પછી લાવી દીધી હતી. સ્ટોક 38 રન બાનવીને આઉટ થઇ ગયા હતા. આખિરમાં ઇંગ્લેન્ડની ટિમ ને 6 બોલમાં 8 રન જોઈતા હતા.
જસપ્રીત બુમરાહની શાનદાર ઓવારે ભારતને 5 રન થી જીત અપાવી હતી. નેહરા એ 4 ઓવેર માં 28 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જયારે બુમરાહે 4 ઓવેરમાં 20 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.