મહા મહિનાના સુદ પક્ષની એકાદશીએ જયા એકાદશીનું વ્રત કરવામાં આવે છે. આ વ્રત રાખવાથી ભુતકાળમાં કરેલાં દોષમાંથી મુક્તિ મળી શકે છે અને મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલા માટે જ જયા એકાદશીને ખાસ માનવામાં આવે છે. આ વ્રત કરવાથી જાણ્યા-અજાણ્યા કરેલાં પાપમાંથી પણ છુટકારો મળી શકે છે. આ વર્ષે જયા એકાદશીનું વ્રત 5 ફેબ્રુઆરીએ એટલે કે કાલે કરવામાં આવશે.
વ્રત કરવાની રીત:
- એકાદશીએ ભગવાન વિષ્ણુનું ધ્યાન કરીને સંકલ્પ કરો અને પછી ધૂપ, દીપ, ચંદન, ફળ, તલ તથા પંચામૃતથી વિષ્ણુજીની પૂજા કરો.
- શાસ્ત્રો પ્રમાણે, જયા એકાદશી વ્રતના દિવસે પવિત્ર મનથી ભગવાન વિષ્ણુની પૂજા કરો. મનમાં દ્વેષ, છળ-કપટ, કામ અને વાસનાની ભાવના રાખવી નહીં.
- નારાયણ સ્ત્રોત તથા વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.
- જે લોકો આ એકાદશીનું વ્રત રાખે છે તેમણે દશમી તિથિએ એક સમય ભોજન કરવું જોઇએ. આહાર સાત્વિક હોવો જોઇએ.
:વ્રતનું મહત્ત્વઃ-
- પ્રત્યેક એકાદશી વ્રત કોઇને કોઇ શ્રેષ્ઠ ઉદેશ્યની પૂર્તિ કરવામાં મદદગાર બને છે. મહા મહિનાના સુદ પક્ષમાં આવતી જયા એકાદશી બધી જ એકાદશીઓમાં ખૂબ જ મહત્ત્વૂપર્ણ માનવામાં આવી છે.
- આ એકાદશી સર્વત્ર વિજય અપાવે છે. જયા એકાદશી વિશે કહેવાય છે કે, જ્યાં મનુષ્યનું ભાગ્ય પણ સાથ આપતું નથી, ત્યાં જયા એકાદશીનું વ્રત પ્રત્યેક કામમાં વિજય અપાવે છે.
- આ વર્ષે 5 ફેબ્રુઆરીએ જયા એકાદશી આવી રહી છે. આ એકાદશીના દિવસે શેરડીના રસનો ફળાહાર કરવો જોઇએ.