વસંત પંચમી નું પ્રાચીન સમય થી ખુબજ મહત્વ છે અને હિંદૂ પંચાગ પ્રમાણે મહા સુદ પાંચમના દિવસે વસંત પંચમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિદ્યાદેવી માઁ શારદાની પુજા થાય છે. આ વર્ષે 29 જાન્યુઆરી એટલે કે આજે વસંત પંચમી છે.
વસંત પંચમીએ પ્રકૃતિનો ઉત્સવ છે. આ દિવસે કોઇ પણ કાર્યનો શુભઆરંભ મુહર્ત જોયા વિના કરી શકાય છે. આ પર્વ અજ્ઞાનનો નાશ કરી પ્રકાશ તરફ લઇ જાય છે. સુર્યના ઉતરાયણ થયા બાદ વસંત પંચમી પહેલો ઉત્સવ આવે છે. વસંત પંચમીના દિવસે પીળાં વસ્ત્રો પહેરી સરસ્વતી માતાની પૂજા કરવાનું ખૂબ મહત્વ હોય છે. આ દિવસે ઉત્તર દિશા તરફ મુખ રાખી પૂજા કરવી જોઇએ તેમજ પુજા વખતે ‘ૐ એં સરસ્વત્યૈ નમ:’ મંત્રનો જાપ કરવો. આ દિવસે સરસ્વતી માતાની પૂજા કરવાથી વિદ્યામાં વૃદ્ધિ તેમજ એકાગ્રતામાં વધારો થાય છે.
વસંત પંચમી પ્રકૃતિનો ઉત્સવ છે. ભગવાન કૃષ્ણએ ગીતામાં ‘ઋતૂનાં કુસુમાકર:’ કહીને વસંતને પોતાની વિભૂતિ માની છે. જેમ યુવાની જીવનની વસંત છે તેમ વસંત સૃષ્ટીની યુવાની છે. આમ આપણી ઋતુઓમાં પણ વસંતનું ખૂબ મહત્વ છે. શાસ્ત્રોમાં વસંત પંચમીના દિવસે સરસ્વતી પૂજાને ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વસંત પંચમી કુદરતી વતાવરણ ને અનેક રંગો થી ભરી દે છે , પહાડો , ઝરણાં , બાગ , બગીચા , પશુ -પક્ષીઓ , પતંગિયા વગેરે તાજગી સભર માહોલ માં ઝૂમી ઉઠે છે , પ્રાચીન સમયમાં ઋષિઓ, કવિ , લેખકો એ વસંત પંચમી અંગે અનેક વર્ણન કર્યા છે.