હમણાં મોંઘવારી દિવસે ને દિવસે સતત હોટેલોથી લઈને કે પાણીપુરીની લારીએ પોતાની ખાધ વસ્તુનો ભાવ વધારો દેખાય છે. દર 5 કે 6 મહિને હોટેલના મેનૂ પણ થોડાક બદલાઈ જતાં હોય છે. એમાં પણ એક-એક વસ્તુના ભાવમાં હમેશા વધારો થતો દેખાવા મળે છે. જો કોઈ ફરિયાદ કરે તો કહેશે કે, આ મોંઘવારીના લીધે અમારે ભાવવધારો કરવો પડતો હોય છે.
ભક્તિનગર મેઈન રોડ પર, સત્ય વિજય આઈસ્ક્રીમની બાજુમાં એક સમગ્ર ફેમિલી વડાપાઉંનો જોરદાર ધંધો કરે છે. આ પટેલ વડાપાઉં સતત પાંચ વર્ષથી એક ભાવમાં વડાપાઉં લોકોને વેચી રહ્યો છે. વડાપાઉંનો ભાવ છે ફક્ત ને ફક્ત 5 રૂપિયા. આ પરિવારે સતત પાંચ વર્ષથી હાલ સુધી વડાપાઉંના ભાવમાં કોઈ પણ જાતનો વધારો કરવામાં આવ્યો નથી. તો ચાલો આજે આપણે આ લેખ દ્વારા મુલાકાત લઈએ પટેલ વડાપાઉંની…
ભક્તિનગર પાસે ઊભા રહેતા પટેલ વડાપાઉંમાં તમે એકવાર આંટો મારશો તો ત્યાં દસ રૂપિયાના 2 જ વડાપાઉં આજે પણ મળે છે અને એ પણ જોટામાં જ સિંગલ વડાપાઉં તો નથી આવતા… ને સાથે એક તળેલું મરચું અને સમારેલી ડુંગળી તો આપે જ છે… એ સિવાય વડુ તળવા માટે પણ શુદ્ધ કપાસિયા તેલનો જ ઉપયોગ કરવાનો અને કોઈપણ વસ્તુ વાસી નહિ વાપરવાની. દરેક વસ્તુ તરત જ બનાવવાની અને વાપરી નાખવાની… સમગ્ર રાજકોટમાં ફરો પણ તમને પટેલ વડાપાઉં જેવા ટેસ્ટી વડાપાઉં ને ત્યાની ચોખ્ખાઈ ક્યાંય દેખાશે નહિ.