રાજસ્થાન બાળકોના મોત નો મામલો હજુ સમ્યો નથી ત્યાં જ ગુજરાતના મુખ્યમંત્રી હોમ ટાઉન રાજકોટમાં બાળકોના મોતનો ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે એક વર્ષમાં એક હજારથી પણ વધુ બાળકોના મોત રાજકોટમાં થયા હોવાનો ખુલાસો થતા ભારે હોબાળો મચી ગયો છે
રાજસ્થાનના કોટામાં ૧૦૭ જેટલા શિશુઓના મોત નિપજ્યા ની ઘટના સામે આવી છે. ત્યારે રાજકોટની કેટી ચિલ્ડ્રન હોસ્પિટલ માં રાજસ્થાનના કોટા થી પણ વધુ શર્મસાર ગણી શકાય તેવી ઘટના સામે આવી છે .
ગત ડિસેમ્બર મહિનાની અંદર રાજકોટની ચિલ્ડ્રન હોસ્પિટલમાં 111બાળકોના મોત નિપજ્યા ની ઘટના સામે આવી છે. ત્યારે પેલી જાન્યુઆરી 2019 થી લઇ 31 ડિસેમ્બર 2019 સુધીમાં રાજકોટની ચિલ્ડ્રન હોસ્પિટલમાં 1235 જેટલા બાળકોના મોત નિપજ્યા હોવાનીન ઘટના પ્રકાશમાં આવી છે. સમગ્ર મામલે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ મનીષ મહેતાએ જણાવ્યુ હતુ કે રાજકોટ સિવિલ હોસ્પિટલ પાસે પૂરતો સ્ટાફ છે… પૂરતા સાધનો છે..સરકાર દ્વારા પણ જરૂર મુજબ મદદ કરવામાં આવે છે…તેમ છતાં શા માટે બાળકોના મૃત્યુ થઈ રહ્યા છે તે સૌથી મોટો સવાલ છે
સિવિલ હોસ્પિટલની જો વાત કરવામાં આવે તો ઓક્ટોમ્બર મહિના માં 131 બાળકોના મોત થયા છે..નવેમ્બર મહિના માં 110 બાળકો ના મોત થયા છે..ડિસેમ્બર મહિના માં 112બાળકોના મોત થયા છે…આ અંગે ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકોના પરિવારજનો સાથે સત્યડે એ વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે બાળકોના પરિવારજનો એ તંત્ર ની બેરદરકારી જવાબદાર હોવાની વાત કહી હતી
આમ એકજ વર્ષ માં એટલા બધા બાળકો ના મોત થવાની ઘટના અતિ ગંભીર કહેવાય અને તે માટે સરકારે ત્વરિત પગલાં ભરવા માંગ ઉઠી છે
હાલ માં તો આ મુદ્દે રાજકારણ ગરમાયુ છે અને એકબીજા ઉપર દોષારોપણ કરી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા જાણ્યા બાદ જનતા ચિંતાતુર બની છે.