નાઈઝીરિયામાં બુધવારે 100થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. માંનવમા આવે છે આ ઘટના નાઈઝીરિયન એરફોર્સના ફાઈટર જેટના ભૂલના કારણે થઇ છે. આમ તો આ ફાઈટર જેટથી હુમલો આતંકી જૂથ પર કરવાનો હતો, પરંતુ આ બોમ્બ ભૂલથી એક રિફ્યૂજી કેંપ પર પડ્યો હતો જેના લીધે 100થી વધુ લોકોના મોત થયા હતા. મિલિટ્રી કમાંડર મેજર જનરલ લકી ઈરાબોરે જણાવ્યું કે બોમ્બ કેમરૂનના બોર્ડર સાથે જોડાયેલા રાન ટાઉનમાં પાડવામાં આવ્યો હતો જેમાં ઘણા સિવિલિયન્સના મોત થયા છે.
ઈંટરનેશનલ એનજીઓ વિદઆઉટ બોર્ડર્સનું કહેવું છે કે તેમને 52 મૃતદેહો મળી આવ્યા છે અને 120થી વધુ લોકોનો ઈલાઝ ચાલી રહ્યો છે. રેસ્ક્યૂમાં લાગેલા બોર્નોના ઑફિસરોના મતે, મરનાર લોકોમાં 100થી વધુ રિફ્યૂજી અને બચાવકર્મીઓનો સમાવેશ થાય છે. ઈંટરનેશનલ રેડક્રોસ કમિટિએ જણાવ્યું કે આ હુમલામાં નાઈઝરિયાની રેડ ક્રોસ સોસાયટીના 6 વર્કર્સ, બે સોલ્જર્સના મોત થયા છે અને ડૉક્ટર સહિત બોર્ડર્સના કેટલાંક વર્કર્સ પણ ઘાયલ થયા છે. આ લોકોને અહીં લગભગ 25000 જરૂરિયાતમંદો માટે ખાવા-પીવાની વ્યવસ્થામાં લગાવવામાં આવ્યા હતા.