ગુજરાત પાસ ટીમ દ્વારા સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયા એ હાર્દિક વિરુદ્ધ કરેલા નિવેદનોને લઈને આક્રોશ વ્યક્ત કર્યો છે. જેમાં ગુજરાત પાસ ટીમ દ્વારા કહેવામાં આવ્યુ છે કે ભાજપ ના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા એ મિડીયા મા પોતા ને હાઇલાઇટ મળે એ માટે ભાજપ ના હાઈકમાન્ડ ના ઇશારે ગુજરાત મા એકજૂટ થયેલ પાટીદાર સમાજ ને ફરીથી વેરવિખેર કરવા ની સોપારી લીધી હોય એવુ લાગે છે.હાર્દિક પટેલ લેઉઆ પટેલ નથી એ આખી દુનિયા ને ખબર છે પણ હાર્દિક ને લેઉઆ પટેલ સાથે કાઇ લેવાદેવા નથી એવુ કહીને વિઠ્ઠલ રાદડિયા એ એની માનસિકતા છતી કરી છે.આની પહેલા પણ હાર્દિક ની વિરોધ મા નિવેદન આપી અને પાછડ થી ખાનગી મા મુલાકાત કરી માફી માગી લેવી એ એની માનસિકતા છે.જે પાટીદાર સમાજ સારી રીતે જાણે છે.
વધુમાં પાસ ટીમ દ્વારા કહેવામાં આવ્યું હતું કે વિઠ્ઠલભાઈ રાદડિયા છેલ્લા થોડા સમય થી ગંભીર બીમારી ના કારણે એની માનસિક સ્થિતી બરાબર નથી..એટલે આવા વાહિયાત નિવેદનો કરે છે તાજેતર મા નોટબંધી દરમિયાન રાજકોટ ડીસ્ટ્રીકટ બેંક મા કરેલ હેરાફેરી મામલે તેની સામે કોઇ પગલા ન લેવાઇ એટલે ભાજપ ની ભાટાઇ કરવા માટે આવા નિવેદન કરે છે એવુ અમે માનીએ છીએ.વિઠ્ઠલ રાદડિયા એ ખોડલધામ ના પાવન પર્વ નો પોતાના રાજકીય સ્વાર્થ સાધવા માટે ઉપયોગ કર્યો છે..એને હાર્દિક પટેલ વિરુદ્ધ કોઇ નિવેદન કરવુ હોયતો બહાર પણ આવુ નિવેદન કરો શક્યા હોત.હાર્દિક પટેલ અને ગુજરાત પાસ ની ટીમ ખોડલધામ ના આ કાર્યક્રમ સાથે છે…વિઠ્ઠલ રાદડિયા એ આવા નિવેદન કરતા પહેલા ખોડલધામ ના પ્રમુખ શ્રી નરેશભાઇ પટેલ સાથે વાતચીત કરી લેવી જોઇતી .