શાહરુખ અને સલમાન ની મિત્રતાથી સહુ કોઈ વાકેફ છે. પરંતુ હવે શાહરુખ ખાન ના ફેન્સ માટે ટ્યુબલાઈટ જોવા માટે એક બીજું કારણ મળ્યું છે. જે તેમને જોવા માટે મજબૂર કરશે. ફિલ્મ ના પ્રોડ્યૂસર અમર ભાટિયા એ ટવિટ કરીને શાહરુખ ખાન નો આભાર માન્યો હતો. શાહરૂખે ટ્યુબલાઈટ ના પ્રમોશન માટે સેટ પર આવીને તેનું જાદુ વિખેર્યું હતું.
તેમને પોતાના ટવિટ માં જણાવ્યું હતું કે, જ્યારે બોલિવૂડના બે સિતારા એક સાથે સ્ટેજ પર હાજર હોય છે. ત્યારે ફિલ્મની સફળતા માં શંકાને કોઈ સ્થાન હોતું જ નથી. ઘણા લાંબા ગાળા પછી સલમાન અને શાહરુખ બંને એક સાથે જોવા માંડ્યા હતા. જેથી આવનાર સમય માં આવનારી સલમાન ની ફિલ્મ ટ્યુબલાઈટ ને કેટલી સફળતા આપે છે. તે આવનારો સમય બતાવશે.