સોમવાર 2 ડિસેમ્બરે માગશર મહિનાના શુક્લપક્ષની ષષ્ઠી તિથિ રહેશે. તેને ચંપા ષષ્ઠી અને રીંગણ છઠ પણ કહેવામાં આવે છે. આ વર્ષે ચંચા પષ્ઠી પર સર્વાર્થ સિદ્ધિનો યોગ બની રહ્યો છે. આ યોગમાં શરૂ કરવામા આવેલ કામ સફળ થાય છે. પૂજા-પાઠ ઝડપથી સિદ્ધ થાય છે. જાણો આ તિથિ સાથે જોડાયેલી ખાસ વાતો-
કાર્તિકેય સ્વામીની પૂજાનં વિશેષ મહત્વ છે-
આ તિથિએ ભગાવન શિવના માર્કન્ડેય સ્વરૂપની અને શિવજીના પુત્ર કાર્તિકેય સ્વામીની વિશેષ પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે કાર્તિકેય સ્વામીએ આ તિથિએ તારકાસુરનો વધ કર્યો હતો અને દેવતાઓને અસુરોના આતંકથી મુક્ત કરાવ્યાં હતાં.
ભગવાનને રીંગણનો ભોગ લગાવે છે-
માગશર અર્થાત્ માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની ષષ્ઠીએ માર્કન્ડેય ભગવાનને રીંગણનો ભોગ ખાસ કરીને લગાવવામાં આવે છે.
સંતાન માટે વ્રત કરવામાં આવે છે-
ચંપા ષષ્ઠીનું વ્રત સંતાનના ઉજ્જવળ ભવિષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલ વ્રતને લીધે સંતાનને બાધાઓથી મુક્તિ મળે છે.
સોમવાર અને ચંપા ષષ્ઠીના યોગમાં કરો આ શુભ કામ
આ દિવસે શિવલિંગ પર તાંબાના લોટાથી જળ ચઢાવો અને ऊँ नम: शिवाय મંત્રનો જાપ ઓછામાં ઓછા 108 વાર કરો. શિવજીની સાથે જ ગણેશ, માતા પાર્વતી, કાર્તિકેય સ્વામી અને નંદીની પણ પૂજા જરૂર કરો. ભગવાનને જનેઉ ચઢાવો. બિલીપત્ર, હાર-ફૂલ ચઢાવો. કર્પૂર પ્રગટાવીને આરતી કરો. આ દિવસે શિવજીનો અભિષેક પણ કરી શકો છો.