આમ તો કહેવત છે કે ખરાબ માણસની સાથે પણ સારો વ્યવહાર કરો તો ધીરે-ધીરે તેનો સ્વભાવ બદલાઈ જાય છે. પરંતુ, કેટલાક મામલાઓમાં આ કહેવત ખોટી સાબિત થાય છે. દુષ્ટ માણસ સાથે તમે ગમે તેવું સારું આચરણ કરો કે તેની ગમે એટલી મદદ કરો, તમે તેનો સ્વભાવ નથી બદલી શકતાં. એવો માણસ ત્યાં સુધી સારો રહી શકે છે, જ્યાં સુધી તે કોઈ સારા માણસની સંગતમાં રહેતો હોય, ખરાબ લોકોના સંપર્કમાં આવીને તે ફરીથી પોતાના જૂના સ્વભાવમાં આવી જાય છે. આ સંદર્ભમાં મહાભારતનો એક પ્રસંગ ખૂબ જ સચોટ બતાવ્યો છે.
જુગારમાં હાર્યા પછી વનવાસ દરમિયાન પાંડવો કામ્યક વનમાં નિવાસ કરી રહ્યાં હતાં. જ્યારે આ વાત દુર્યોધનને જાણી તો શિકાર કરવાના બહાને તેને પણ એ જગ્યાએ શિબિર બનાવી લીધી જેથી તે પોતાનો ઠાઠ-પાઠ દેખાડીને પાંડવોને દુઃખ પહોંચાડી શકે. અહીં કોઈ બાબતને લઈને દુર્યોધનનો ગંધર્વોની સાથે વિવાદ થઈ ગયો. ગંધર્વોએ દુર્યોધનને બંદી બનાવી લીધો.
જ્યારે આ વાત યુધિષ્ઠિરને જાણી તો તેને પોતાના ભાઈ દુર્યોધનને બચાવવા માટે અને ગંધર્વોની કેદમાંથી છોડાવવા માટે અર્જુન અને ભીમને આદેશ આપ્યો. પાંચેય ભાઈ દુર્યોધનને કારણે જ પોતાનો રાજપાઠ હારીને વનમાં ભ્રમણ કરી રહ્યાં હતાં, પરંતુ તેમને પોતાના ભાઈને બંદી બનતો જોઈને તેની મદદ કરવાનો પ્રણ કર્યો. પાંડવોએ ગંધર્વોને હરાવીને દુર્યોધનને છોડાવી લીધો.
આ ઘટનાથી દુર્યોધન પોતાની જાતને ખૂબ જ અપમાનિત મહેસૂસ કરવા લાગ્યો. તેના મનમાં આત્મહત્યા કરવાનો વિચાર આવે છે અને તે અન્ન-જળનો ત્યાગ કરીને ઉપવાસના નિયમોનું પાલન કરવા લાગે છે.
આ વાત જ્યારે પાતાળવાસી દૈત્યોને જાણી તો તેઓએ દુર્યોધનને આવીને કહ્યું કે તારી મદદ માટે અનેક દાનવો પૃથ્વી પર આવી ગયા છે. દૈત્યોની વાત માનીને દુર્યોધ આત્મહત્યા કરવાનો વિચાર ચોડી દે છે અને પ્રતિજ્ઞા કરે છે કે અજ્ઞાતવાસ સમાપ્ત થતાંની સાથે જ પાંડવોનો વિનાશ કરી દેશે.