અમદાવાદ માં છેલ્લા બે દિવસ થી બર્ડ ફલૂ ના મીડિયા માં ચાલતા સમાચારો તેમજ તંત્ર દ્વારા હાથ ધરાયેલી સર્વેની કામગીરી ને લઈને લોકો માં એક પ્રકાર નો ડર નો માહોલ જન્મ્યો છે ,શહેરના વસ્ત્રાલમાંથી બે દિવસ પહેલાં સોમવારે શંકાસ્પદ ૧,૪૮૧ ચાઇનીઝ મરઘા મળી આવ્યા હતા જેથી તાબડતોડ મંગળવારે કલેક્ટરે સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ કરીને ૩૧મી ડિસેમ્બરના રોજ આશા ફાઉન્ડેશનમાંથી મોકલાયેલા મરઘાના સેમ્પલ બર્ડ ફ્લૂ પોઝિટિવ આવ્યા હોવાની જાહેરાત કરી હતી. હાથીજણના એક કિ.મી.ના વિસ્તારમાંને ઇફેક્ટેડ ઝોન જાહેર કરી દેવાયો હતો પણ સૌથી ચોંકાવનારી વાત એ છે કે, વસ્ત્રાલમાંથી પકડાયેલા ચાઇનીઝ મરઘા બર્ડ ફ્લૂના સંક્રામિત હોવાની શંકા હતી છતાં પણ ૧,૪૩૦ ચાઇનીઝ મરઘા પૈકીના ૧,૩૦૦ જેટલા મરઘા હાથીજણના આશા ફાઉન્ડેશનમાં મોકલાયા હતા જ્યારે ૧૦૦થી વધુ ચાઇનીઝ મરઘાઓને મેમનગર ફાયર સ્ટેશન પાછળ આવેલી અન્ય એક સંસ્થામાં મોકલાયા હતા. આ કામગીરી પશુપાલન ખાતા, કલેક્ટર તંત્ર કે મ્યુનિ.એ કરી ન હતી પણ પોલીસે આ મરઘા મેમનગરની એક સંસ્થામાં મોકલી આપ્યા હતા.હવે આ મરઘાનો બર્ડ ફ્લૂનો રિપોર્ટ માટે ભોપાલ સેમ્પલ મોકલી દેવાયા છે પણ હજુ સુધી રિપોર્ટ આવ્યો નથી. જ્યારે ૩૧મી ડિસેમ્બરે હાથીજણના આશા ફાઉન્ડેશનમાં બર્ડ ફ્લુ પોઝિટિવ રિપોર્ટ આવી ચૂક્યો હતો તો પછી ચાઇનીઝ મરઘા ત્યાં કેમ મોકલાયા ? જ્યારે વસ્ત્રાલમાં ચેપ ફેલાયો છે તો પછી મેમેનગર વિસ્તારમાં પણ ચેપ ફેલાય તે પ્રકારે બેદરકારી દાખવીને ૧૦૦થી વધુ ચાઇનીઝ મરઘા ત્યાં કેમ મોકલાયા તેનો જવાબ કોઇની પાસે નથી. આમ હાથીજણ બાદ મેમનગર વિસ્તારમાં પણ બર્ડ ફ્લૂનો ચેપ ફેલાય તેવી ભીતિ ઊભી થઇ છે. આમ અમદાવાદ સહિત આસપાસ ના વિસ્તારો માં બર્ડફ્લૂ ના સંભવિત અસરો ટાળવા માટે તંત્ર દ્વારા એકપછી એક પગલાં ભરવામાં આવી રહ્યા છે, છતાં લોકો માં ગભરાટ નો માહોલ ઉભો થયો છે.

Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.