પોલિટિકલ ડેસ્ક : રાધનપુર બેઠક ઉપરથી હારી ગયેલા ભાજપ ના ઉમેદવાર અલ્પેશ ઠાકોર ની કારકિર્દી ખતમ થઈ ચૂકી છે ત્યારે તેઓ પોતાને વોટ આપનાર રાધનપુરના મતદારોનો આભાર વ્યક્ત કરવા સમેલનનું આયોજન કરવાના છે. અને આ આભાર વ્યક્ત કરવા સમેલનનું ૧ નવેમ્બરથી શરુ થવાની ગણતરી મુકાઈ રહી છે.પહેલી નવેમ્બરે સાંતલપુર અને રાધનપુર જયારે બીજી નવેમ્બરે સમી ખાતે અલ્પેશ ઠાકોર જાહેર જનતાનો આભાર માનવા માટે સંમેલન કરવાના હોવાની વિગતો જાણવા મળી રહી છે.
અલ્પેશ ઠાકોરને મળેલા 73 હજાર 513 મતનો આભાર માનવા અલ્પેશ રાધનપુર વિધાનસભા બેઠક ના ત્રણ તાલુકાઓમાં આભાર માનવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને તેની તૈયારીઓ ને આખરી ઓપ અપાઈ ચુક્યો છે.