લેકાવાડા સ્થિત સીઆરપીએફ કેમ્પમાં આસિ.કમાન્ડન્ટ તરીકે ફરજ બજાવતા જવાને ચંપલ ખોવાઈ જતાં પત્નીને લાફા મારી, ગળું દબાવ્યું હતું. આ અંગે પરિણીતીએ પતિ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતો હોવાની ફરિયાદ કરી છે.
તું મારી બાયડી છે તારે જ બધુ કરવાનું
ચિલોડા પોલીસમાં શીતલબેન રાણા (ઉં.વ.40)ની ફરિયાદ મુજબ, સવારે 9.30 વાગ્યે પતિ ભરત રાણા મેદાનથી ઘરે આવ્યા બાદ ચંપલ માગતા હતા. પત્નીએ ખબર નથી સેવાદાર શોધી આપશે તેવો જવાબ આપતા રોષે ભરાયેલા પતિએ ‘તું મારી બાયડી છે તારે જ બધુ કરવાનું’ કહીંને ત્રણ લાફા માર્યા હતા અને ગળું દબાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત પતિ ‘પિયરમાંથી દહેજ પેટે 50 લાખ લઈ આવ અથવા તારું મકાન મારા નામે કરી દે’ કહીં વારંવાર દહેજની પણ માંગણી કરતા હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.