ભરૂચ માં ભારદ્વાજ લેન્ડ ઈન્ડિયા નામની કંપની ના ઓઠા હેઠળ લારી ગલ્લા વાળા ઓ પાસે થી વધુ વ્યાજ આપવા ની લાલચે બચત ના બહાને રોજ ના રૂપિયા ઉઘરાવી ભરેલ રૂપિયા ની ઉચાપત કરી ઓફીસ ને તાળા માડી પલાયન થઇ જતા કંપની સંચાલકો સામે ઠગાઇ ની ફરીયાદ નોંધાઇ હતી..
મળતી માહિતી અનુશાર ભરૂચ માં તારીખ ૦૨:૦૪:૨૦૧૬ થી ૨૯:૦૪:૨૦૧૬ દરમ્યાન લારી ગલ્લા ચલાવી પેટીયુ રડતા શ્રમજીવીઓ પાસે મોટી મોટી સ્કીમો બતાવી રોજ નું બચત ના નામે ઉઘરાનું કરતા નારાયણ કોમ્પ્લેક્ષ લિંક રોડ ખાતે ભારદ્વાજ લેન્ડ ઈન્ડિયા કંપની ના સંચાલકો વિરુધ્ધ રૂપિયા ૬ લાખ ૩૪ હજાર ૫૦૦ ની તારીખ ૧૮:૦૬:૨૦૧૬ ના રોજ નાણા ની ઉચાપત કરી ફરાર થઇ જઈ વિશ્વાસઘાટ કર્યાં ની પોલીસ ફરીયાદ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવવા પામી હતી….
જેની તપાસ આગળ વધારતા પી એસ આઈ જી એમ રાઠવા એ નાણા ની ઉચાપત કરનાર કંપની સંચાલકો પૈકી ના ભરૂચ ના નંદેલાવ ખાતે મંગલમ હાઉસીંગ સોસાયટી માં રહેતી ફ્યુરી અભય પાલેકર ની અટકાયત બાદ તારીખ ૦૨ ની સાંજે વડોદરા ના પાણીગેટ ખાતે સહારા ઈન્ડિયા લિમિટેડ માં મેનેજર ની ભૂમિકા નિભાવતો ભીમ સીંગ ભવાન સીંગ ઉ .૫૧ રહે ગડખોલ પાટીયા પંચવટી સોસાયટી અંકલેશ્વર ની અટકાયત કરી તેના રીમાંડ મેળવવા ની તજવીજ હાથ ધરી આ ગુના માં સંડોવાયેલા અન્ય ચાર જેટલા ફરાર મુખ્ય સૂત્રધારો ને જેલ ભેગા કરવા ની કવાયત હાથ ધરી છે ….
અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર કૌભાંડ માં શ્રમજીવી ઓના પરસેવાની કમાઈ બચત ના બહાને ઉઘરાવી છેતરપિંડી કર્યાં ના કૌભાંડ માં આગામી દિવસો માં લાખ્ખો રૂપિયા ની ઉચાપત થયા ની આશંકાઓ પણ સેવાઈ રહી છે …..


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.