લીમખેડા વિસ્તાર માં બનેલી એક અરેરાટીભરી ઘટના માં દાહોદના લીમખેડા મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય વિછંયાભાઈ ભુરિયાના ૩૦ વર્ષના પુત્ર હરિકૃષ્ણે અગમ્ય કારણોસર કાલે મોડી રાતે પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. હરિકૃષ્ણ તેના પરિવાર સાથે લીમખેડા નજીક આવેલ હાડી ગામમાં રહેતા હતા. સંબંધીના ઘરે કોઈ લગ્ન હોવાથી ઘરના તમામ સભ્ય લગ્ન પ્રસંગમાં ગયા હતા,ઘરના સભ્યોના કહેવા પ્રમાણે હરિકૃષ્ણ છેલ્લા કેટલાક દિવસથી હતાશામાં હતાં. ઘરના સભ્યો પ્રસંગમાં જતાં એકલતાનો લાભ લઈ પોતાના ઘરમાં જ તેમણે આત્મહત્યા કરી લીધી હતી. બનાવની જાણ થતાં લીમખેડા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે લાશને પીએમ માટે મોકલી આપી સઘન તપાસ શરૂ કરી છે. આત્મહત્યા કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસ દ્વારા મળતી માહિતી પ્રમાણે એક વર્ષ અગાઉ વિછંયાભાઈના પત્નીનું અને આઠ મહિના અગાઉ તેમની પુત્રીનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ 15 દિવસ પહેલા તેમના મોટા પુત્રનું પણ અકસ્માતમાં મોત થયું હતું અને તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જીતી હરિકિશન સરપંચ બન્યો હતો આ ઘટના ને પગલે સ્થાનિક વિસ્તાર માં ભારે ચકચાર મચી જવા પામી હતી.

Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.