વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના 69માં જન્મદિવસે ગાંધીનગર ખાતે તેમની માતા હિરાબા સાથે આશીર્વાદ લીધા. સરદાર સરોવર ડેમની મુલાકાત લઈ અને કેવડિયામાં રેલીને સંબોધિત કર્યા બાદ પીએમ મોદી માતા હિરાબાને મળવા ગાંધીનગર નિવાસ સ્થાને પહોંચ્યા હતા. જ્યાંથી તેમને માતા હિરાબાના સાથે બેસીને બપોરનું ભોજન લીધું હતું.
આ પહેલા પીએમ મોદીએ લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત પ્રાપ્ત કર્યા બાદ પીએમ મોદી તેમના બીજા કાર્યકાળના શપથ પહેલા માતાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. જોકે આ વખતે પીએમ મોદીએ માતા સાથે કાંસાની થાળીમાં બપોરનું ભોજન લીધું. આ ભોજનમાં પીએમ તેમની માતા સાથે પુરણપોળી, કઠોળ અને મિક્સ શાક જમ્યા. ભોજન લીધા બાદ વડાપ્રધાન મોદી રાજભવન જવા રવાના થયા હતા.
રાજભવન પહોંચ્યા બાદ પીએમ મોદી બીજેપીના પ્રદેશના નેતાઓ અને રાજ્યમંત્રી મંડળના સભ્યો સાથે બેઠક કરશે. આ બેઠકમાં રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. આ બેઠક બાદ વડાપ્રધાન મોદી વારાણસી જવા રવાના થશે. 2019ની લોકસભા ચૂંટણી સમયે હિરાબાએ વડાપ્રધાનને આપેલી ખાસ ભેટ સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. તેમજ માતાએ મોદીને પોતાના હાથે લાપસી ખવડાવી હતી અને શુકનના રૂ.501 આપ્યા હતા.