માજી ચેમ્પિયન મીરાબાઇ ચાનૂ થાઇલેન્ડમાં 18થી 27 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી વેઇટલિફ્ટીંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતની 7 સભ્યોની ટીમની આગેવાની સંભાળશે. આ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટોક્યો ઓલિમ્પિક્સ 2020 માટે ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટ પણ છે. થાઇલેન્ડમાં જ પ્રેક્ટિસ કરતી ટીમમાં મહિલાઓમાં મીરાબાઇ ચાનૂ (49 કિગ્રા), જિલ્લી ડાલાબેહરા (45 કિગ્રા) સ્નેહા સોરેન (55 કિગ્રા) અને રાખી હલધર (64 કિગ્રા)નો સમાવેશ થાય છે જ્યારે પુરૂષોમાં જેરેમી લાલરિનુંગા (67 કિગ્રા), અચિંતા એસ (73 કિગ્રા) અને અજય સિંહ (81 કિગ્રા)નો સમાવેશ થાય છે.
