અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે અહીં જોહૂર અહમદ ચૌધરી સ્ટેડિયમમાં યજમાન બાંગ્લાદેશ વિરુદ્ધ રમાતી એકમાત્ર ટેસ્ટમાં ઐતિહાસિક જીત મેળવવાથી માત્ર 4 વિકેટ દૂર છે ત્યારે હવે તેમના ઐતિહાસિક ટેસ્ટ વિજય આડે હવામાન અવરોધક બન્યું છે.
અફઘાનિસ્તાન પાસેથી મળેલા 398 રનના લક્ષ્યાંકના જવાબમાં મેચના ચોથા દિવસે પોતાના બીજા દાવમાં રમત પુર્ણ થઇ ત્યારે 136 રનમાં જ 6 વિકેટ ગુમાવી દીધી. યજમાન ટીમને મેચ જીતવા માટે 262 રનની જરૂર છે અને તેની પાસે માત્ર 4 વિકેટ બાકી રહી છે.
સ્ટમ્પના સમયે શાકિબ અલ હસન 46 બોલમાં 39 રને અને સૌમ્ય સરકાર શૂન્ય રને રમતમાં છે. અફઘાનિસ્તાન વતી રાશિદ ખાને 3 અને ઝહિર ખાને 2 જ્યારે મહંમદ નબીએ 1 વિકેટ ઉપાડી છે.