યુએસ ઓપન મહિલા સિંગલ્સમાં કેનેડાની 19 વર્ષની બિયાન્કા એન્દ્રેસ્કૂએ સેરેના વિલિયમ્સનું રેકોર્ડ 24મું ટાઇટલ જીતવાનું સ્વપ્ન તોડીને ગ્રાન્ડસ્લેમ ટાઇટલમ જીતનારી પહેલી કેનેડિયન ખેલાડી બનવાનું ગૌરવ મેળવવાની સાથે જ સ્વેતલાના કુઝનેત્સોવા પછાી છેલ્લા 15 વર્ષોમાં યુએસ ઓપન ટુર્નામેન્ટ જીતનારી સૌથી યુવા ખેલાડી પણ બની છે. શનિવારે મોડી રાત્રે રમાયેલી મહિલા સિંગલ્સની ફાઇનલમાં એન્દ્રીસ્કૂએ સેરેનાને 6-3, 7-5થી હરાવી હતી. તેણે શરૂઆતથી જ સરેના પર પ્રેશર ઊભુ કરીને અંતે ટાઇટલ જીતવામાં સફળ રહી હતી.
એન્દ્રીસ્કૂએ સેરેનાને વિક્રમી 24મી વાર ગ્રાન્ડસ્લેમ જીતવાથી વંચિત રાખીને ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતનારી પહેલી કેનેડિયન ખેલાડી બની છે. યુએસ ઓપનની ફાઇનલમાં સેરેનાની આ સતત બીજી અને ગ્રાન્ડસ્લેમ ફાઇનનલમાં ચોથી હાર રહી છે. કેનેડાની 19 વર્ષિય બિયાન્કાનો આ સિઝનમાં ટોપ-10 રેન્કિંગ ધરાવતા ખેલાડીઓ સામે 8-0નો રેકોર્ડ હતો. બિયાન્કાએ ટાઇટલ જીતતા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડોએ ટિ્વટ કરીને તેને અભિનંદન આપતા લખ્યું હતું કે અભિનંદન બિયાન્કા એન્દ્રેસ્કૂ, તેં ઇતિહબાસ રચ્યો છે અને સમગ્ર દેશને ગૌરવાન્વિત કર્યો છે.