અફઘાનિસ્તાનનો અનુભવી સ્પિનર રાશિદ ખાન બાંગ્લાદેશ સામે ગુરૂવારથી શરૂ થઇ રહેલી ટેસ્ટમાં મેદાન પર ઉતરતાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી યુવા કેપ્ટન બનવાનો રેકોર્ડ બનાવી લેશે. વર્લ્ડકપ પછી અફઘાનિસ્તાને રાશિદ ખાનને ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન બનાવ્યો છે. તેની વય હાલમાં 20 વર્ષ અને 350 દિવસ છે.
ટેસ્ટમાં સૌથી યુવા કેપ્ટન તરીકેનો રેકોર્ડ ઝિમ્બાબ્વેના તેતેન્ડા ટૈબુના નામે છે. જેણે 2004માં જ્યારે હરારે ખાતે શ્રીલંકા સામેની ટેસ્ટમાં ઝિમ્બાબ્વેની ટીમનું સુકાન પહેલીવાર સંભાળ્યું હતું ત્યારે તેની વય 20 વર્ષ અને 359 દિવસ હતી. રાશિદ ખાને કહ્યું હતું કે હું નવી ભૂમિકા મળવાથી ઘણો રોમાંચિત છુ અને હું હકારાત્મક રહીને રમતની આનંદ માણવાનો પ્રયાસ કરીશ.