ભારતના સ્ટાર શૂટર મનુ ભાકર અને સૌરભ ચૌધરીની જોડીએ અહીં આઇએસએસએફ શૂટિંગ વર્લ્ડકપની 10 મીટર એર પિસ્તોલની મિક્ષ્ડ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતના અભિયાનનો પ્રભાવશાળી અંત આણ્યો હતો. આ જ ઇવેન્ટમાં યશસ્વીની દેસવાલ અને અભિષેક વર્માની જોડીએ સિલ્વર મેડલ જીત્યો હતો.
તેમના પહેલા વિશ્વની નંબર વન મહિલા શૂટર અપૂર્વી ચંદેલા અને દીપક કુમારની જોડીએ 10 મીટર એર રાઇફલની મિક્ષ્ડ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે એ જ ઇવેન્ટમાં અંજુમ મોદગિલ અને દિવ્યાંશ સિંહ પવાનની જોડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અને તેના કારણે ટુર્નામેન્ટના અંતિમ દિવસે ભારતે પ્રભાવ પાથર્યો હતો. ભારત તરફથી આ વર્લ્ડકપમાં યશસ્વિની દેસવાલ, અભિષેક વર્મા અને ઇલાવેનિલ વાલારિવાને વ્યક્તિગત ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. જેમાંથી યશસ્વિની અને અભિષેકે ઓલિમ્પક્સ ક્વોટા પણ જીત્યો હતો. આઇએસએસએફ રિયો વર્લ્ડકપમાં ભારત 5 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ સાથે ટોચના સ્થાને રહ્યું હતું.
આઇએસએસએફ રિયો વર્લ્ડકપ મેડલ ટેલી
દેશ ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ કુલ
ભારત 5 2 2 0
ચીન 1 2 4 7
ક્રોએશિયા 1 1 0 2
બ્રિટન 1 1 0 2
જર્મની 1 1 0 2
હંગેરી 1 0 0 1