શ્રીલંકાનો અનુભવી ઝડપી બોલર લસિથ મલિંગા ટી-20 ઇન્ટરનેશનલમાં પાકિસ્તાનના શાહિદ આફ્રિદીનો રેકોર્ડ તોડીને સર્વાધિક વિકેટ લેનારો બોલર બન્યો છે. મલિંગાએ રવિવારે રમાયેલી ન્યુઝીલેન્ડ સામેની પહેલી ટી-20માં આ સિદ્ધિ મેળવી હતી.
મલિંગાએ 74 મેચમાં કુલ 99 વિકેટ ઉપાડીને પાકિસ્તાનના ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીના 99 મેચમાં 98 વિકેટ લેવાના રેકોર્ડને તોડી સૌથી સફળ બોલર બન્યો હતો. આ મેચમાં મલિંગાએ કોલિન મુનરો અને કોલિન ડિ ગ્રાન્ડહોમની વિકેટ ઉપાડીને આ રેકોર્ડ બનાવ્યો હતો.
ટી-20 ઇન્ટરનેશનલમાં સર્વાધિક વિકેટ ઉપાડનારા બોલર
બોલર દેશ મેચ વિકેટ
લસિથ મલિંગા શ્રીલંકા 74 99
શાહિદ આફ્રિદી પાકિસ્તાન 99 98
શાકિબ અલ હસન બાંગ્લાદેશ 72 88
ઉમર ગુલ પાકિસ્તાન 60 85
સઇદ અજમલ પાકિસ્તાન 64 85
રાશિદ ખાન અફઘાનિસ્તાન 38 75