ભારતીય ટીમના યુવા વિકેટકીપર ઋષભ પંતની વિકેટકીપીંગથી કેટલાક દિગ્ગજો ભલે પ્રભાવિત ન હોય પણ તે છતાં યુવા પંત વિકેટ પાછળ 50 શિકાર ઝડપવામાં માજી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની કરતાં ઝડપી પુરવાર થયો છે. 21 વર્ષિય પંતે રવિવારે પોતાની 11મી ટેસ્ટમાં વિકેટ પાછળ 50મો ટેસ્ટ શિકાર ઝડપ્યો હતો.
આ સાથે જ તે એક એવા એલાઇટ લિસ્ટમાં સામેલ થયો છે જેમાં દિગ્ગજ માર્ક બાઉચર અને એડમ ગિલક્રિસ્ટ જેવા વિકેટકીપર સામેલ છે. સૌથી ઓછી ટેસ્ટ ઇનિંગમાં 50 શિકાર ઝડપવા મામલે તે એડમ ગિલક્રિસ્ટની બરોબરીએ બેઠો છે. પંતે ઇશાંત શર્માની બોલિંગમાં ક્રેગ બ્રેથવેટનો કેચ ઝડપ્યો તેની સાથે જ તેણે 11મી ટેસ્ટમાં વિકેટ પાછળ 50 શિકાર પુરા કર્યા હતા. ધોનીએ 15 ટેસ્ટમાં આ આંકડો પુરો કર્યો હતો. સૌથી ઓછી ટેસ્ટમાં 50 શિકાર પુરા કરનારાઓની યાદીમાં તે એકમાત્ર ભારતીય છે.
ટેસ્ટમાં વિકેટ પાછળ સૌથી ઝડપી 50 શિકાર કરનારા વિકેટકીપર
વિકેટકીપર દેશ ટેસ્ટ
માર્ક બાઉચર દક્ષિણ આફ્રિકા 10
જોની બેયરસ્ટો ઇંગ્લેન્ડ 10
ટીમ પેન ઓસ્ટ્રેલિયા 10
એડમ ગિલક્રિસ્ટ ઓસ્ટ્રેલિયા 11
ઋષભ પંત ભારત 11
એમએસ ધોની ભારત 15