બીજી ટેસ્ટમાં ઝડપી બોલર ઇશાંત શર્માએ દિગ્ગજ ભારતીય ઝડપી બોલર કપિલ દેવનો એશિયા બહાર સર્વાધિક વિકેટ ઝડપવાના રેકોર્ડને તોડી નાંખ્યો હતો. રવિવારે ઇશાંતે કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો હતો. વેસ્ટઇન્ડિઝની ઇનિંગની 47મી ઓવરમાં ઇશાંતે જેહમર હેમિલ્ટનની વિકેટ ઉપાડી તેની સાથે જ તેણે આ સિદ્ધિ મેળવી લીધી હતી.
આ પહેલા કપિલ દેવ અને ઇશાંત બંને ઝડપી બોલર તરીકે એશિયા બહાર સર્વાધિક વિકેટ ઉપાડવ મામલે સંયુક્બંત રૂપે સાથે બેઠા હતાં. બંંનેએ એશિયા બહાર 45 ટેસ્ટમાં 155 વિકેટ મળવી છે. આ ટેસ્ટ પહેલા એ નક્કી હતું કે જો ઇશાંત બીજી ટેસ્ટમાં એક વિકેટ પણ ઉપાડશે તો તે આ રેકોર્ડ તોડી નાંખશે અને તે ભારત વતી એશિયા બહાર સર્વાધિક વિકેટ ઉપાડનારો ઝડપી બોલર બનશે. ભારત વતી એશિયા બહાર સર્વાધિક વિકેટ લેવાનો ઓવરઓલ રેકોર્ડ જોકે અનિલ કુંબલેના નામે છે, જેણે 50 મેચમાં 200 વિકેટ ઉપાડી છે. જો કે ઝડપી બોલર તરીકે એ રેકોર્ડ હાલ કપિલ અને ઇશાંત સંયુક્ત ધરાવે હતા અને હવે ઇશાંતે તેમાં કપિલ દેવને ઓવરટેક કરી લીધો છે.
એશિયા બહાર સર્વાધિક વિકેટ ઉપાડનારા ભારતીય બોલર
બોલર મેચ ઇનિંગ વિકેટ
અનિલ કુંબલે 50 92 200
ઇશાંત શર્મા 46 80 156
કપિલ દેવ 45 77 155
ઝહીર ખાન 38 66 147
બિશન સિંહ બેદી 34 58 123