યુએસ ઓપનમાં વિશ્વની નંબર વન ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકા સામે હાર્યા પછી કોરી કોકો ગોફ રડવા માંડી ત્યારે માહોલ થોડો ગમગીન બની ગયો હતો. માત્ર 15 વર્ષની વયે યુએસ ઓપનનના ત્રીજા રાઉન્ડમાં પહોંચીને સૌથી યુવા ખેલાડી બનેલી કોકો ગોફનો ઓસાકા સામે 6-3, 6-0થી પરાજય થયો હતો અને મેચ હારતાની સાથે તે રડી પડી હતી.
ઓસાકાએ પણ જોરદાર સ્પિરીટનું પ્રદર્શન કરીને તેને ભેટીને સાંત્વના આપવાની સાથે જ પોતાની સાથે ઇન્ટરવ્યુ આપવા બોલાવી ઓસાકાનો જ્યારે ઇન્ટરવ્યુ ચાલી રહ્યો હતો ત્યારે તેની આંખમાં પણ આંસુ આવી ગયા હતા.
અભદ્ર વર્તન માટે મેદવેદેવને 6.46 લાખનો દંડ ફટકારાયો
રશિયન ટેનિસ ખેલાડી દાનિલ મેદવેદેવને અહીં રમાતી યુએસ ઓપન ટેનિસ ટુર્નામેન્ટની ત્રીજા રાઉન્ડની મેચ દરમિયાન અભદ્ર ઇશારો કરવા બદલ 9000 ડોલર અર્થાત અંદાજે રૂ. 6.46 લાખનો દંડ ફટકારાયો હતો. જો કે તેણે આ બાબતે માફી માગતા કહ્યું હતું કે તે હવે પછી આવુ વર્તન ન કરવાનો પ્રયાસ કરશે. મેદવેદેવે મેચ દરમિયાન બોલ બોય પાસે ગુસ્સામાં ટુવાલ છીનવીને પોતાનું રેકેટ ફેંકીને વચલી આગળી બતાવી હતી.