મહારાષ્ટ્રના ધૂલે જિલ્લાના શિરપુર તાલુકાના વાઘાડી ગામની નજીક આવેલી કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે. આ બનાવમાં 13 લોકોના મૃત્યુ થયા છે. 58 લોકો ઘાયલ થયા છે. દુર્ઘટના સવારના 9.45 વાગ્યે બની હતી. આ સમયે ફેક્ટરીમાં 100થી વધુ લોકો કામ કરી રહ્યા હતા. બનાવને પગલે શિરપૂર તાલુકામાં હડકંપ મચી ગયો છે. આ વિસ્ફોટ એટલે પ્રચંડ હતો કે 10 કિલોમીટર સુધીના ગામો સુધીનો તેનો અવાજ સંભળાયો હતો.
25 એમ્બ્યુલન્સ રાહત કામગીરીમાં જોડાઈ
મૃત્યુઆંક વધે તેવી સંભાવના છે. 108ની 25 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે રાહત કામગીરીમાં જોડાઈ છે. ત્રણ જિલ્લા ધુલે, જલગાંવ અને નંદુરબાર તથા મધ્યપ્રદેશની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે છે. અત્યાર સુધી બે પ્રચંડ વિસ્ફોટ થયા છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે અને મૃતકના પરિવારજનોને રૂ. પાંચ લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.
- મૃતકના પરિવારજનોને મહારાષ્ટ્ર સરકાર પાંચ લાખની સહાય આપશે.
- 58 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
- 108ની 25 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે રાહત કામગીરીમાં જોડાઈ.
- ત્રણ જિલ્લા ધૂલે, જલગાંવ અને નંદુરબાર તથા મધ્યપ્રદેશની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે.
- અત્યાર સુધી બે પ્રચંડ વિસ્ફોટ થયા છે. લોકલ અધિકારીઓ ઘટના સ્થળે.