ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પોતાને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવા માટે સરકારનો આભાર માન્યો હતો અને સાથે જ કહ્યું હતું કે આ સન્માન મને ક્રિકેટના મેદાન પર દેશ માટે મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપવાની પ્રેરણા આપતું રહેશે, જાડેજા એ 19 ખેલાડીઓમાં સામેલ છે જેમને આ વર્ષે અર્જુન એવોર્ડથી સન્માનિત કરાયા છે.
All-rounder @imjadeja‘s special message after being conferred with the Arjuna Award ?? #TeamIndia pic.twitter.com/6k6jmdDKMv
— BCCI (@BCCI) August 29, 2019
જાડેજાએ બીસીસીઆઇના ટિ્વટર હેન્ડલ પર એક વીડિયો મેસેજ પોસ્ટ કરીને કહ્યું હતું કે પહેલા તો હું ભારત સરકારનો આભાર માનવા માગીશ કે જેમણે મને એર્જુન એવોર્ડથી સન્માનિત કર્યો છે. હું અન્ય એવોર્ડીને પણ અભિનંદન આપું છું. તેમણે પણ પોતાની રમતમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
ટીમ સાથે હાલ વેસ્ટઇન્ડિઝના પ્રવાસે હોવાથી એવોર્ડ વિતરણ સમારોહમાં હાજર નહીં રહી શકેલા જાડેજાએ કહ્યું હતું કે હું જ્યારે પણ ભારત માટે રમું છું, ત્યારે મારો પ્રયાસ હંમેશા ભારતીય ટીમ અને મારા દેશની પ્રતિષ્ઠામાં વધારો કરવાનો રહે છે.
બીસીસીઆઇએ અર્જુન એવોર્ડી પૂનમ યાદવ અને રવિન્દ્ર જાડેજાને અભિનંદન આપ્યા
બીસીસીઆઇએ અર્જુન એવોર્ડ જીતનારા ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને સ્પિનર પૂનમ યાદવને અભિનંદન આપતા સતત સારા પ્રદર્શન માટે તેમની પ્રશંસા કરી હતી. બીસીસીઆઇના વહીવટદારોની કમિટી (સીઓએ) અધ્યક્ષ વિનોદ રાયે કહ્યું હતું કે બંને ક્રિકેટરોએ પોતાના પ્રદર્શનથી નવા માપદંડ સ્થાપ્યા છે. મહિલા ટીમના માજી કેપ્ટન અને સીઓએ સભ્ય ડાયેના એદલજીએ કહ્યું હતું કે પૂનમ સતત સારું પ્રદર્શન કરી રહી છે. તેણે 2018માં ટી-20 ક્રિકેટમાં 35 વિકેટ લીધી જે એક રેકોર્ડ છે.