દક્ષિણ આફ્રિકાની એ ટીમના ભારત પ્રવાસની અહીં રમાયેલી વરસાદથી પ્રભાવિત પહેલી બિનસત્તાવાર વન-ડેમાં શિવમ દુબે અને અક્ષર પટેલની અર્ધસદી અને તેમની વચ્ચેની શતકીય ભાગીદારી પછી યજુવેન્દ્ર ચહલે ઉપાડેલી પાંચ વિકેટથી ભારત-એ ટીમે 69 રને મેચ જીતી લીધી હતી.
મેદાન ભીનુ હોવાથી 47 ઓવરની કરાયેલી મેચમાં શિવમ દુબેએ નોટઆઉટ 69 અને અક્ષર પટેલે નોટઆઉટ 60 રન બનાવીને 7મી વિકેટની 121 રનની નોટઆઉટ ભાગીદારી કરતાં ભારત-એ ટીમે 6 વિકેટે 327 રન બનાવ્યા હતા. તેના સિવાય શુભમન ગીલે પણ 46 રન બનાવ્યા હતા.
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકા-એ ટીમ વતી રિઝા હેન્ડ્રીક્સે 110 રન તેમજ હેનરિક ક્લાસેને 58 રનની ઇનિંગ રમી હોવા છતાં યજુવેન્દ્ર ચહલના તરખાટને કારણે પ્રવાસી ટીમ 45 ઓવરમાં 258 રને ઓલઆઉટ થઇ હતી.