ભારત સામે શુક્રવારથી જમૈકામાં શરૂ થઇ રહેલી બીજી અને અંતિમ ટેસ્ટ માટે વેસ્ટઇન્ડિઝે ઝડપી બોલર મિગુએલ કમિન્સના સ્થાને ઓલરાઉન્ડર કિમો પોલનો સમાવેશ કર્યો છે. વેસ્ટઇન્ડિઝ ક્રિકેટ બોર્ડ દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું કે પહેલી ટેસ્ટમાં ઘુંટીની ઇજાને કારણે બહાર રહેલો કિમો પોલ બીજી ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે.
વેસ્ટઇન્ડિઝની પસંદગી સમિતિએ વિકેટકીપર જેહમર હેમિલ્ટનને પણ ટીમની સાથે જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. બીજી ટેસ્ટ માટેની વેસ્ટઇન્ડિઝની ટીમ આ મુજબ છે. જેસન હોલ્ડર (કેપ્ટન), ક્રેગ બ્રેથવેટ, ડેરેન બ્રાવો, શેમર બ્રુક્સ, જોન કેમ્પબેલ, રોસ્ટન ચેઝ, રકહીમ કોર્નવાલ, જહમર હેમિલ્ટન, શેનન ગેબ્રિયલ, શિમરોન હેટમાયર, શાઇ હોપ, કીમો પોલ અને કેમાર રોચ.