એલી અવરામ સાથેના બ્રેકઅપ બાદ હવે ક્રિકેટર હાર્દિક પંડ્યાના જીવનમાં એક નવી યુવતીએ પગરણ માંડ્યા છે. એક અહેવાલ અનુસાર હાલમાં હાર્દિક અને સર્બિયન મુળની અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક વચ્ચે સામીપ્ય વધ્યું છે. હાર્દિક નતાશાને ડેટ કરી રહ્યો છે અને તેમાં હવે તે કંઇ છુપાવતો પણ નથી.
હાર્દિક પોતાની આ નવી ગર્લફ્રેન્ડ નતાશા બાબતે ગંભીર છે અને તે પોતાના પરિવારજનો સાથે પણ તેની મુલાકાત કરાવી ચુક્યો છે. તાજેતરમાં બાન્દ્રા ખાતે મિત્રો દ્વારા આયોજિત એક પાર્ટીમાં હાર્દિક નતાશાને લઇને પહોંચ્યો હતો અને ત્યાં તેણે પોતાના મિત્રો સાથે તેની ઓળખ ગર્લફ્રેન્ડ તરીકે આપી હતી. આ પાર્ટીમાં હાર્દિકનો મોટો ભાઇ કૃણાલ પંડ્યા અને તેની પત્ની પંખુડી શર્મા પણ હાજર હતા.
એ ઉલ્લેખનીય છે કે મુળ સર્બિયાની રહીશ નતાશા નચ બલિયે-9માં ભાગ લઇ રહેલા એલી ગોનીની પણ ગર્લફ્રેન્ડ રહી ચુકી છે. તેણે 3 વર્ષની વયે ડાન્સ શીખવાનો શરૂ કર્યો હતો. 2010માં તેણે સ્પોર્ટસ સર્બિયાનું ટાઇટલ જીત્યા પછી સ્પોર્ટસ ક્ષેત્રે પોતાની કેરિયર બનાવવાનો નતાશો નિર્ણય કર્યો હતો. જો કે હવે તે અભિનય ક્ષેત્રે પ્રવૃત્ત છે.